અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની સરકાર પોતાના દેશના સામાન્ય લોકોના ગુગલ એકાઉન્ટની જાસૂસી કરાવતી હોવાની જાણકારી સામે આવી છે. સામાન્ય લોકોના એકાઉન્ટની જાસૂસી કરવા સરકાર દ્વારા માલવેરનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઇન્ટરનેટના જગતમાં મહાકાય ગણાતી ગુગલ કંપની દ્વારા પણ આ સમાચારોની જાહેરાત કરવામાં આવી છે.
આ બાબતમાં કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, 2૦21 ના વર્ષમાં તેણે સરકાર દ્વારા પ્રાયોજિત હેકિંગની આ પ્રવૃત્તિ અંગે તેણે પોતાના તે યુઝર્સને અત્યાર સુધીમાં 5૦ હજાર જેટલી ચેતવણીઓ મોકલીને તેઓને આ બાબતને લઈને એલર્ટ પણ કર્યા હતા. તેમના એકાઉન્ટ ઉપર માલવેરનો હુમલો પણ થયો હતો. ગુગલ દ્વારા બહાર પાડેલા પોતાના રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું છે કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સરકાર દ્વારા જાસૂસી કરાવવાની પ્રવૃત્તિમાં 33 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
કંપનીઓ દ્વારા પોતાના યુઝર્સની પ્રાઇવસીનું સન્માન કરતાં જણાવવામાં આવ્યું છે કે, તેણે ઇરાદાપૂર્વક યુઝર્સને ચેતવણીઓ મોકલીને એલર્ટ કર્યા જેના કારણે તેઓ સંભવિત જોખમ સામે ચેતતા રહે અને હુમલો કરનાર એટેકર્સ તેના યુઝર્સની ડિફેન્સ સ્ટ્રેટેજીને ટ્રેક કરી ના શકે.
કંપની દ્વારા આ બાબતમાં વધુ કહેવામાં આવ્યું છે કે, તેનું ટેગ નામનું સોફ્ટવેર દરરોજ વિશ્વના 5૦ દેશોમાં સરકારનું પીઠબળ ધરાવનાર 27૦ જેટલા હુમલાખોર જૂથોને ટ્રેક કરીને તેઓને ઓળખ પ્રાપ્ત કરી લીધી છે. કંપની દ્વારા પોતાના બ્લોગપોસ્ટમાં વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, તેણે હુમલાખોર જૂથોના આ પ્રકારના ઘણા પ્રયત્નો નિષ્ફળ બનાવ્યા હતા જેમાં ઇરાન સરકારનું પીઠબળ ધરાવનાર એપીટી-35 નામના ઇરાનિયન ગ્રુપના તોડી પડાયેલા પ્રયત્ન સામેલ થાય છે.
આ ગ્રુપ અવારનવાર સૌથી વધુ જોખમ ધરાવનાર યુઝર્સના એકાઉન્ટ ઉપર બાઝ નજર રાખતું રહે છે. વર્ષો સુધી આ ગ્રુપે અસંખ્ય લોકોના એકાઉન્ટ હાઇજેક કર્યા હતા, તેઓના એકાઉન્ટમાં માલવેર મોકલ્યા હતા અને ઇરાન સરકારના હિતો સાથે સકળાયેલા ષડયંત્રને સફળતાપૂર્વક પાર પાડવા નવતર પદ્ધતિઓ અજમાવતું રહેતું હતું.
તેની સાથે 2૦21 ના આરંભમાં આ જૂથે જાસૂસીનું સોફ્ટવેર ઘુસાડવા યુકેની એક વેબસાઇટને હેક પણ કરી લીધી હતી. આ એવું જૂથ છે જે યુઝર્સને તેઓના જીમેઇ, હોટમેઇલ, અને યાહુના એકાઉન્ટ માટે જરુરી માહિતીની જરુર હોવાના સંદેશા સાથે ઇમેલ મોકલતું હોય છે તેની સાથે ચેતવણી આપે છે કે જો માંગવામાં આવેલી માહિતી નહી આપવામાં આવે તો તેઓના એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે.