અઢી મહિને વતન પરત ફર્યા કિર્તીદાન ગઢવી,આરતીની થાળી લઈને પત્ની અને ચાહકોએ કર્યું હર્ષભેર સ્વાગત….

કિર્તીદાન ગઢવી કે જે ગુજરાતના અતિલોકપ્રિય ડાયરા કલાકાર છે,છેલ્લા અઢી મહિનાથી તેઓ અમેરિકાના વિવિધ સ્થળો ઉપર પોતાના 33 થી વધુ શો કર્યા હતા. અમેરિકામાં પોતાના જાદુઇ અવાજના સથવારે તેમને અમેરિકામાં રહેતા ગુજરાતીઓને મોજ કરાવી હતી. બધા કાર્યક્રમ પતાવી હવે તે પોતાના વતનમાં પરત આવ્યા છે. આ કલાકારે ગુજરાતની ગરીબ અને જરૂરિયાતમંદ દિકરીઓ માટે લાડકી ફાઉન્ડેશન બનાવીને સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રોજેક્ટ 100 કરોડનો છે.

અમેરિકામાં આયોજિત કિર્તીદાનના ડાયરામાં રૂપિયાનો નહીં પણ ડોલરનો વરસાદ થયો હતો અને જ્યારે ભારતમાં પોતાના વતન પરત આવ્યા ત્યારે તેની ઉપર ફૂલોનો વરસાદ થયો હતો. કિર્તીદાનના પરત ફરવાની ખુશી તેમના ચાહકો અને તેમના પરિવારજનોના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી હતી.

જ્યારે તેઓ અમેરિકાથી પરત રાજકોટ પોતાના ઘરે પધાર્યા ત્યારે તેમના મિત્રો તેમજ શુભેચ્છકો દ્વારા જામનગર રોડ પર માધાપર ચોક નજીક ઉમળકાભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કિર્તીદાન ગઢવી ગયા સપ્ટેમ્બર મહિનામાં એમરિકા ડાયરા માટે ગયા હતા. ત્યાં અલગ અલગ જગ્યા ઉપર નવરાત્રીના ગરબાના કાર્યક્રમો અને ત્યારબાદ ડાયરાના કાર્યક્રમો કર્યા હતા. તેમના કાર્યક્રમોમાં હાજરી આપવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અઢી મહિના જેટલા લાંબા સમય બાદ પરત રાજકોટમાં પોતાના ઘરે પરત ફરતા રાજકોટ જામનગર રોડ પર માધાપર ચોક નજીક સ્વામી નારાયણ મંદિર નજીક કિર્તીદાન અભિવાદન સમિતિ દ્વારા આ કલાકારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં તેમના શુભેચ્છકોએ કિર્તીદાન ગઢવીને ફૂલડે વધાવ્યા હતા અને કિર્તીદાન ગઢવીએ તમામ લોકોનો આભાર માન્યો અને અભિવાદન કર્યું હતું.

Scroll to Top