અમેરિકા દર મહિને 1 લાખ ભારતીયોને વિઝા આપશે, જાણો કારણ

અમેરિકાના વિઝા મેળવવું કોઇ સરળ કામ નથી. પરંતુ હવે અમેરિકા ખુદ દર મહિને 1 લાખ ભારતીય અરજદારોને વિઝા આપવાની તૈયારી કરી રહ્યું છે. હા, તમે બિલકુલ સાચું વાંચ્યું. અમેરિકા પણ એવું જ કરવા જઈ રહ્યું છે. અમેરિકી દૂતાવાસના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી છે. આ વરિષ્ઠ અધિકારીએ એ પણ માહિતી આપી હતી કે આવતા વર્ષે ઓગસ્ટ સુધીમાં યુએસ વિઝા માટે લગભગ 1.2 મિલિયન નવા ભારતીય અરજદારો આવશે, જેમને ઓગસ્ટ સુધીમાં જ દર મહિને 1 મિલિયન વિઝા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભારતીય અરજદારો ટોચની પ્રાથમિકતા છે

આ સંદર્ભમાં નિવેદન આપતાં અમેરિકી દૂતાવાસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારતીય અરજદારો વિઝા વિતરણ માટે યુએસની ટોચની પ્રાથમિકતા છે. આ અધિકારીએ એ પણ જણાવ્યું કે અમેરિકા આવતા વર્ષના મધ્ય સુધીમાં આ મામલે પ્રી-કોરોના સ્થિતિ સુધી પહોંચી શકે છે.

ભારત બીજા સ્થાને પહોંચી શકે છે

હાલમાં સૌથી વધુ સંખ્યામાં યુએસ વિઝા માટે અરજદારોની યાદીમાં મેક્સિકો અને ચીન પછી ભારત ત્રીજા ક્રમે છે. પરંતુ ટૂંક સમયમાં જ ચીનને પાછળ છોડીને ભારત આ યાદીમાં બીજા નંબર પર આવી શકે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો