અમેરિકાનો બદલો: ફોટામાં જુઓ કેવી રીતે ખુરાસાનના આંતકવાદીઓ માટે બોમ્બ થી જ ખોદી નાખી તેમની કબ્ર

અમેરિકાએ કાબુલ હુમલાનો બદલો 48 કલાકની અંદર જ લઈ લીધો છે. અફઘાનિસ્તાનની રાજધાનીમાં ફિદાયીન હુમલાનો મુખ્ય સૂત્રધાર હવાઈ હુમલામાં માર્યો ગયો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાએ નાગરહાર પ્રાંતમાં ઇસ્લામિક સ્ટેટ-ખુરાસાન આતંકવાદી પર શક્તિશાળી ડ્રોન બોમ્બ ફેંક્યો હતો, જેણે માત્ર આતંકના ચીંથરા જ ઉડાવી દીધા ન હતા પરંતુ તેની “કબર” પણ ખોદી કાઢી હતી.

હકીકતમાં, જ્યાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો ત્યાં એક મોટો ખાડો પડી ગયો છે, જે બતાવે છે કે બોમ્બ કેટલો શક્તિશાળી હતો.

ઇસ્લામિક સ્ટેટના ભયંકર મોડ્યુલે ગુરુવારે કાબુલ એરપોર્ટની બહાર ફિદાયીન હુમલો કર્યો હતો, જેમાં 13 અમેરિકન સૈનિકો ઉપરાંત 150થી વધુ અફઘાનો માર્યા ગયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે 1300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે તેઓ તેને ન તો ભૂલી જશે અને ન તો માફ કરશે. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓને શોધી કાઢવામાં આવશે અને સજા કરવામાં આવશે.

શનિવારે સવારે અમેરિકાએ જાહેરાત કરી હતી કે, “અમે લક્ષ્યને મારી નાખ્યું હોવાના પ્રારંભિક સંકેતો મળી રહ્યા છે અને કોઈ નાગરિક જાનહાનિ થઈ નથી. અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી ‘અસાવકા ન્યૂઝ’એ તે સ્થળના ફોટા જાહેર કર્યા છે જ્યાં ડ્રોનમાંથી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.

આ હુમલો નાંગરહાર પ્રાંતના કાલા-એ-નાગરકીમાં થયો હતો. તસવીરોમાં બળેલી કાર અને એક ઘર દેખાય છે. જ્યાં આ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, ત્યાં ખૂબ ઊંડો ખાડો પડી ગયો છે.

 

 

Scroll to Top