International

અમેરિકામાં ભારતીય મહિલા નીરા ટંડનનો વાગ્યો ડંકો, અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મળ્યું આ પદ..

ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીરા ટંડનને મોટી જાણકારી સામે આવી છે. ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીરા ટંડનને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના સ્ટાફ સેક્રેટરી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેની સાથે નીરા ટંડન આ પદને પ્રથમ કરનારા પ્રથમ ભારતીય મૂળના અમેરિકી નાગરિક બન્યા છે.

નીરા ટંડનને આ અગાઉ ગત મે મહિનામાં રાષ્ટ્રપતિ જો બાઈડનના વરિષ્ઠ સલાહકાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે હવે તે સ્ટાફ સેક્રેટરી બની ગયા છે તેની સાથે તેમની પાસે રાષ્ટ્રપતિ બાઈડનના તમામ દસ્તાવેજોનું નિયંત્રણ હવે રહેશે.

જ્યારે ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીરા ટંડન માટે આ ખૂબ જ મોટી સિદ્ધી રહેલી છે. આ અગાઉ ગત મે મહિનામાં તેમને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણુકતા કરાઈ હતી. જ્યારે વ્હાઈટ હાઉસમાં સ્ટાફ સેક્રેટરી સન્માનજનક પદ ગણવામાં આવે છે. અત્યાર સુધી આ પદ માટે ભારતીય મૂળનું કોઈ નાગરિકની નિયુક્તિ કરવામાં આવી નહોતી.

આ સિવાય નીરા ટંડન વ્હાઈટ હાઉસમાં વરિષ્ઠ સલાહકારના પદ પર પણ જળવાયેલા રહેશે. આ બાબતમાં તેમણે રાષ્ટ્રપતિને અનેક મહત્વના મુદ્દે સલાહો પણ આપી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, તેઓ વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ રોનાલ્ડ ક્લેનને રિપોર્ટ આપશે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ બાઈડન દ્વવારા નીરાને બજેટ અને પ્રબંધન કાર્યાલયના નેતૃત્વ માટે પણ નામિત કરવામાં આવ્યા હતા.

આ એક પ્રમુખ કેબિનેટ પદ રહેલું છે. તેમ છતાં થોડા મહિનાઓ પહેલા નીરાએ રિપબ્લિકન સીનેટર્સના આકરા વિરોધના કારણે વ્હાઈટ હાઉસ પ્રબંધન અને બજેટ કાર્યાલયના ડિરેક્ટર પદ માટેનું પોતાનું નામાંકન પરત ખેંચ્યું હતું.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker