અફઘાનિસ્તાનમાં તાલીબાનની ડેડલાઈન પહેલા જ અમેરિકાએ પોતાના સૈન્યને પરત બોલાવી લીધું છે. અફઘાનિસ્તાનથી અમેરિકાનું અતિમ વિમાન C-17 એ 30 ઓગસ્ટના બપોરે 3:29 વાગે કાબુલના હામીદ કરજઈ એરપોર્ટ પરથી ઉડાન ભર્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિએ જો બાઈડને અફઘાનિસ્તાનથી પોતાના કમાન્ડરોની ખતરનાક વાપસી માટે આભાર વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે, તેની સાથે અમેરિકીએ અફઘાનિસ્તાનમાં પોતાની રાજદ્વારી હાજરીને પણ સમાપ્ત કરી દીધી છે.
નોંધનીય છે કે, તાલિબાને નિયંત્રણ મેળવ્યાના એક દિવસ અગાઉ જ 14 ઓગસ્ટથી અત્યાર સુધી 1,22,000થી વધુ લોકોને કાબુલમાંથી બહાર લવાયા છે. અમેરિકાએ તેની સાથે અફઘાનિસ્તાનમાં તેની રાજદ્વારી હાજરી સ્થગિત કરી નાખી છે અને કતારથી રાજદ્વારી કાર્ય હાથ ધરાશે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકને કહ્યું હતું કે, કાબુલમાં અમેરિકી દૂતાવાસ ખાલી જ રહેશે. અફઘાનિસ્તાનમાં તૈનાત રાજદ્વારીઓ કતારથી હવે કામ શરુ કરશે.
રાષ્ટ્રપ્રમુખ બાઇડન દ્વારા કહેવામાં આવ્યું કે, અમેરિકાના તમામ સૈનિકો ૨૦ વર્ષની લાંબી લડાઈ બાદ ફર્યા છે. તેમણે જણાવ્યું કે, હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય હાજરી સમાપ્ત થઈ ગયેલ છે. બાઇડને તેની સાથે અફઘાનિસ્તાનથી નીકળવા માટે સશસ્ત્ર દળોને શુભેચ્છા પણ પાઠવી છે. બાઇડને કહ્યું કે, તેઓ મંગળવારના રોજ રાષ્ટ્રને સંબોધિત કરવાના છે
આ સિવાય કાબુલમાં અમેરિકન જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ સંપૂર્ણ વાપસીની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. તેમણે પેન્ટાગોનને એક પરિષદમાં જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં યુએસના મુખ્ય રાજદ્વારી રોસ વિલ્સન છેલ્લી ફ્લાઇટમાં રહ્યા હતા. તાલિબાને સત્તા સંભાળ્યા બાદ વોશિંગ્ટન અને તેના નાટો સાથીઓને ઉતાવળે બહાર નીકળવાની ફરજ પડાઈ હતી.
તેઓએ હજારો અફઘાનોને પાછળ છોડી દીધા છે જેમણે પશ્ચિમી દેશોને મદદ કરી હતી અને હવે કદાચ તેમને પણ બહાર નીકળવાની જરૂરીયાત ઉભી થશે. મેકેન્ઝીએ એ પણ કહ્યું કે, ઘણા અમેરિકનો અંતિમ ફ્લાઇટમાં બેસી નથી શક્યા કારણ કે તેઓ સમયસર એરપોર્ટ પર પહોંચી શક્યા નહોતા.