News

લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મસ્જિદ પર કેસરી ઝંડો!!! પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી

મસ્જિદોમાં લાઉડસ્પીકર દ્વારા અઝાન આપવા સામે મહારાષ્ટ્રથી શરૂ થયેલો વિરોધ હવે કર્ણાટક સુધી પહોંચી ગયો છે અને હવે અહીં પણ લાઉડસ્પીકર હટાવવાની માંગ ઉઠવા લાગી છે. આ દરમિયાન કર્ણાટકના બેલાગવી જિલ્લામાં એક મસ્જિદ પર ભગવો ધ્વજ લગાવવાનો મામલો સામે આવ્યો છે. જો કે હવે ધ્વજ ઉતારી લેવામાં આવ્યો છે અને પોલીસ એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરી રહી છે.

નમાઝ અદા કરવા ગયેલા લોકોએ ધ્વજ જોયો

કર્ણાટકના બેલાગવી જિલ્લાના સત્તીગીરે ગામની એક મસ્જિદમાં વહેલી સવારે ભગવો ધ્વજ લહેરાવતો જોવા મળ્યો હતો. આ ગામ બેલગાવીના મુદલગી તાલુકામાં આવેલું છે, જ્યાં સવારે નમાજ પઢવા ગયેલા લોકોએ આ ઝંડાને જોયો અને મસ્જિદ સહિત વિસ્તારના લોકોને જાણ કરી.

લોકોએ વાતાવરણને સંભાળ લીઘું

વિસ્તારમાં વધી રહેલા તણાવને જોતા મુસ્લિમ અને હિન્દુ બંને પક્ષના લોકોએ મામલો વધુ વણસે તે પહેલા જ સંભાળી લીધો હતો. આ પછી ભગવો ધ્વજ ઉતારવામાં આવ્યો હતો. હાલમાં આ વિસ્તારમાં શાંતિ છે અને સાવચેતીના ભાગરૂપે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસ આરોપીને શોધી રહી છે

પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને ધ્વજ ધારકને શોધી રહી છે. પોલીસ મસ્જિદની આસપાસ લગાવેલા સીસીટીવીના ફૂટેજને સ્કેન કરી રહી હતી, જોકે હજુ સુધી કંઈ મળ્યું નથી. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

અગાઉ ચર્ચ પર ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો

આ પહેલા કર્ણાટકના કડાબામાં એક ચર્ચ પર ભગવો ધ્વજ લહેરાવવાનો મામલો સામે આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે ચર્ચમાં કંઈક કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ભગવો ધ્વજ લગાવ્યો હતો. જોકે, બાદમાં પોલીસે ધ્વજ હટાવી લીધો હતો અને ફરિયાદ નોંધ્યા બાદ આરોપીને શોધી રહી છે. પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker