વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર, પેટાચૂંટણીમાં પ્રજાએ શીખવાડેલા પાઠના પગલે સરકારે પેટ્રોલ-ડીઝલમાં કર્યો ઘટાડો

દિવાળીની પૂર્વ સંધ્યા પર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. જે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ મુજબ ઓઇલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે આ ડીઝલના ભાવમાં ઘટાડો આગામી રવિ સિઝન દરમિયાન ખેડૂતો માટે મોટી રાહત બની રહેશે. ડીઝલ પરની એકસાઇઝ ઘટાડાતા ટ્રક અને કૃષિ ક્ષેત્રને સૌથી મોટો ફાયદો થશે. તેઓ ડીઝલનો સૌથી વધુ વપરાશ કરે છે. સરકારે ગયા વર્ષે માર્ચથી મે ૨૦૨૦ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પરની એકસાઇઝ ડયુટી પ્રતિ લિટર 13 અને 16 રૂપિયા વધારી હતી, તેના પછી સરકાર દ્વારા કરાયેલો આ સૌથી મોટો ઘટાડો છે. સરકારે તે વખતે ભાવઘટાડાનો લાભ ગ્રાહકોને આપ્યો ન હતો.

ત્યારે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. જ્યારે રાજ્ય સરકારે પેટ્રોલ પર 7 રૂપિયા અને ડીઝલ પર પણ 7 રૂપિયા વેટ ઘટાડ્યો છે. જો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જારી રહેલી આગઝરતી વૃદ્ધિ તથા પેટાચૂંટણીમાં પ્રજાએ શીખવાડેલા પાઠના પગલે સરકારે આ ઘટાડો કર્યો હોવાનું વિપક્ષ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના નેતાએ પણ પટ્રોલ ડીઝલમાં ઘટાડેલા ભાવને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે. વિપક્ષી નેતાઓએ કહ્યું કે, સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યા બાદ માત્ર આંશિક રાહત આપી.

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અમિત ચાવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, પેટાચૂંટણીમાં પરાજય મળતા સરકારની ઉંઘ ઉડી ગઈ છે. ત્યારે હવે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડવામાં આવ્યો છે. જો સરકાર ઈચ્છે તો પેટ્રોલ-ડીઝલ 50 રૂપિયામાં મળી શકે છે. દેશમાં પેટ્રોલ-ડીઝલને સરકારે GSTમાં સમાવેશ કરવો જોઈએ.

સતત 2 વર્ષથી દેશવાસીઓ કોરોના મહામારી જેવા સંકટ વચ્ચે મોંઘવારીનો માર સહન કરતા હતા. ત્યારે આવી ભયાનક મહામારીમાં પણ સરકારે લોકોને લૂંટવામાં બાકી રાખ્યા નહિ. જો કે ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હોવા છતા પણ આ લૂંટ ચલાવવામાં આવી છે. ત્યારે ઈન્ટરનેશનલ ભાવ મુજબ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ મળવું જોઈએ. જેથી લોકોને રાહત મળી શકે. હાલમાં સામાન્ય માનવી જે સ્થિતિમાં છે તે જોતાં આ ઘટાડો હજી પણ ઓછો છે તેમ જ કહી શકાય.

પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ કરતાં વધારે બેઠક જીતતા સરકાર સફાળી જાગી હતી અને આ ભાવઘટાડો કરવો પડયો હતો. આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે આટલા ઊંચા ભાવવધારા પછી કેટલા રાજ્યોમાં ભાજપ ફરીથી સત્તા પર આવે તે જોવું મહત્ત્વનું રહેશે.

પેટ્રોલનો ભાવ ઘટતા અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 95.13 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.12 રૂપિયા થઇ ગયો છે. આ ઉપરાંત રાજકોટમાં 98.89 અને ડીઝલ 88.89 પૈસા, સુરતમાં પેટ્રોલ 94.89 પૈસા અને ડીઝલ 88.99 પૈસા, વડોદરામાં 94.78 પૈસા, ડીઝલ 88.76 અને ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 96.86 પૈસા અને ડીઝલનો ભાવ 90.85 પૈસા થઈ ગયો છે.

Scroll to Top