અમિત શાહની ઉમેદવારી રદ્દ કરવા કોંગ્રેસ ચૂંટણીપંચને લેખિતમાં કરી રજૂઆત, જાણો શું છે આક્ષેપ ગાંધીનગરથી ઉમેદવાર જાહેર કરાયા બાદ અમિત શાહે હજારો કાર્યકર્તાઓની સાથે અમદાવાદના રસ્તાઓ પર પોતાની શક્તિ બતાવી અને ઉમેદવારી ફોર્મ પણ ભર્યું હતું.
પરંતુ અમિત શાહના આ ઉમેદવારી ફોર્મને રદ કરવા કોંગ્રેસે માગ કરી છે.ભાજપ પ્રદેશ અધ્યક્ષ અમિત શાહે શક્તિ પ્રદર્શન સાથે ગાંધીનગરમાંથી પોતાની ઉમેદવારી તો નોંધાવી. પરંતુ હવે તેની ઉમેદવારીને લઈને માહોલ ગરમાયો છે. અમિત શાહની ઉમેદવારી રદ્દ કરવા કોંગ્રેસ ચૂંટણીપંચ સમક્ષ પહોંચ્યું છે. શું છે સમગ્ર મામલો?
ગાંધીનગરથી ઉમેદવાર જાહેર કરાયા બાદ અમિત શાહે હજારો કાર્યકર્તાઓની સાથે અમદાવાદના રસ્તાઓ પર પોતાની શક્તિ બતાવી અને ઉમેદવારી ફોર્મ પણ ભર્યું હતું. પરંતુ અમિત શાહના આ ઉમેદવારી ફોર્મને રદ કરવા કોંગ્રેસે માગ કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, અમિત શાહના ઉમેદવારી ફોર્મમાં વિસંગતતા છે અને તેમણે માહિતી છુપાવી છે. અમિત શાહે એફિડેવિટમાં ખોટી માહિતી આપી છે.
આ ઉપરાંત પોતાના પુત્રએ કાલુપુર બેંકમાંથી લીધેલી લોન સામે બે પ્લોટ ગીરવે મુકેલા છે તેની માહિતી પણ છુપાવી છે. જેને લઈને તેનું ફોર્મ રદ કરવામાં આવવું જોઈએ. આ સાથે જ કોંગ્રેસે એવા આક્ષેપ પણ લગાવ્યા છે કે, ચૂંટણી પંચને સત્તાના જોરે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ચૂંટણી પંચ પણ દબાણને વશ થઈને કામગીરી કરી રહ્યું છે.
જોકે ભાજપે કોંગ્રેસના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પરંતુ સવાલ અહીં ચોક્કસથી રહેશે કે, શું અમિત શાહના એફિડેવિટમાં માહિતી છુપાવાઈ છે. જો માહિતી છુપાવાઈ છે તો ચૂંટણી પંચ તેના પર કેવી કાર્યવાહી કરે છે.
ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં પોત-પોતાના ઉમેદવારોને ઉતારી દીધા છે. પરંતુ ગુજરાતમાં આ વખતે ઉમેદવારોની જીતનો ફેંસલો OPT મૉડલ પર થશે. ભાજપ-કોંગ્રેસ બંનેએ આ મૉડલને અપનાવ્યું છે.