આર્ટિકલ 370 ને નાબૂદ કરવા માટે ટિમ ડોભાલના આ ત્રણ મહારથીઓ એ ‛મિશન કાશ્મીર’ને સફળ બનાવ્યું છે.આપણે સૌ જાણીએ છીએ કે જમ્મુ-કાશ્મીર માંથી આર્ટિકલ 370 હટાવી દેવામાં આવી છે.અને આ સૌથી મોટી સફળતા છે.
જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારો આર્ટિકલ 370 હવે ઈતિહાસ બની ગયો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે અશક્ય લાગતાં આ નિર્ણય પહેલા જોરદાર તૈયારી કરી હતી.
યોજનાને સફળ બનાવવા માટે સેના, વાયુસેના, એનટીઆરઓ, આઈબી, રો, અર્ધસૈનિક દળો અને રાજ્યની બ્યૂરોક્રેસીની સાથે સામંજસ્ય ઊભું કર્યુ.અજિત ડોભાલ નરેન્દ્ર મોદી સરકારની કાશ્મીર યોજનાને પ્રભાવી રૂપે લાગુ કરવા માટે એક બહુસ્તરીય રણનીતિ પર કામ કરી રહ્યા છે.
ડોભાલ અને તેમની ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ‘મિશન કાશ્મીર’ને સફળ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. પીએમ મોદી એન અમિત શાહના આ મિશનનું લક્ષ્ય છે કાશ્મીરમાં ‘સ્થાયી રીતે શાંતિ સ્થાપિત કરવી’.
આ મિશનમાં અજિત ડોભાલને રાજ્યમાં બ્યૂરોક્રેસી અને સુરક્ષા વિશેષજ્ઞોની એક ટીમ દ્વારા સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. આવો જાણીએ અજીત ડોભાલ તથા અમિત શાહ ની ટીમના મહત્વપૂર્ણ સભ્યો વિશે
(૧) બીવીઆર સુબ્રહ્મણ્યમ.
બીવીઆર સુબ્રમણ્યમ જમ્મુ-કાશ્મીર પ્રદેશ ના મુખ્ય સચિવ છે.તેઓ પ્રદેશ માં ખાદ્ય પુરવઠો પૂરો પડવાનું કામ પણ કરી રહ્યા છે. બીવીઆર સુબ્રહ્મણ્યમ જમ્મુ-કાશ્મીર પ્રદેશના મુખ્ય સચિવ છે. કેન્દ્ર તરફથી જમ્મુ-કાશ્મીરમાં તેમને જ્યારથી જવાબદારી સોંપી છે ત્યારથી સતત કામ કરી રહ્યા છે.
બીવીઆર સુબ્રહ્મણ્યમને પ્રદેશ અને પીએમઓની વચ્ચે સમન્વયની જવાબદારી મળી છે. તેઓ હાલમાં પ્રદેશમાં ખાદ્ય પુરવઠો પૂરો પાડવાનું કામ પણ જોઈ રહ્યા છે, જેથી સામાન્ય કાશ્મીરી જનતાને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
કલમ 370 ને સફળ બનાવામાં બીવીઆર સુબ્રહ્મણ્યમ એ ખુબજ મદદ કરી છે.જમ્મુ અને કાશ્મીર માં તેમને સંતુલ જાળવી રાખ્યું છે.તેમને મદદ કરી ને ‛મિશન કાશ્મીર’ ને સફળ બનાવ્યું છે.
(૨) કે. વિજય કુમાર
વિજય કુમારની પાસે સુરક્ષા દળો અને પ્રદેશના પોલીસ અધિકારીઓ વચ્ચે સંકલન કરવાની જવાબદારી છે.આર્ટિલક 370 ને સફળ બનાવામાં કે.વિજય કુમાર એ ખુબજ મદદ કરી છે.
આ એ જ વિજય કુમાર છે, જેઓએ કુખ્યાત ચંદન તસ્કર વીરપ્પનની વિરુદ્ધ ખૂબ જ સફળ ઓપરેશનને અંજામ આપ્યો હતો અને તેને ઠાર માર્યો હતો. વિજય કુમારને રાજ્યપાલ શાસન અંતર્ગત સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી.
વિજય કુમારની પાસે સુરક્ષા દળો અને પ્રદેશના પોલીસ અધિકારીઓ વચ્ચે સંકલન કરવાની જવાબદારી પણ છે. વિજય કુમાર જમ્મુ-કાશ્મીરના વિભિન્ન નેતાઓથી પણ વાતચીત કરી રહ્યા છે.
તેઓએ જ જમ્મુ-કાશ્મીરની જેલોમાં કેદ આતંકીઓને દેશના દૂરના વિસ્તારોની જેલોમાં મોકલવાના કામને સફળતાપૂર્વક પાર પાડ્યું છે.અને જમ્મુ-કાશ્મીર માં આર્ટિકલ 370 ને સફળ બનાવામાં ખુબજ મદદ કરી છે.અને ‛મિશન કાશ્મીર’ને સફળ બનાવ્યું છે.
(૩)ડીજીપી દિલબાગ સિંહ
ડીજીપી દિલબાગ સિંહ એ પણ ‛મિશન કાશ્મીર’ ને સફળ બનાવામાં વિશિષ્ટ ફાળો આપ્યો છે.દિલબાગ સિંહ જમ્મુ-કાશ્મીર પોલીસ વિભાગના પ્રમુખ પદે છે.
ડીજીપી દિલબાગ સિંહની જવાબદારી પોલીસ દળને પૂરી મજબૂતીની સાથે નેતૃત્વ આપવાનું છે. પોલીસકર્મીઓના જોશને કાયમ રાખવાનું છે.
દિલબાગ સિંહે રાજ્યના અનેક સંદિગ્ધ પોલીસ અધિકારીઓને ઓળખીને તેમના ઇરાદાઓને નિષ્ફળ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
તેઓએ સેના અને અર્ધસૈનિક દળોની સાથે પ્રદેશ પોલીસનો સમન્વય કાયમ રાખ્યો છે, જેનાથી દરેક સ્તેર ઇન્ટેલિજન્સ ઇનપુટને શેર કરવામાં સરળતા રહેશે અને રાજ્યની સુરક્ષાને મજબૂતી મળે.જમ્મુ-કાશ્મીરમાં રાજ્ય ની સુરક્ષા માટે ખુબજ મોટું યોગદાન આપ્યું હતું.
અને ડીજીપી દિલબાગ સિંહ એ પણ ‛મિશન કાશ્મીર’ ને સફળ બનાવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે.આમ આ તમામ લોકોએ પોત પોતાનું સંપૂર્ણ યોગદાન આ મિશન નેપૂરું કરવા માં આપ્યું છે.