ભાજપ પાર્ટી ના મોભ કહેવાતા અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે આવતા પેટાચૂંટણી માં હારેલ નેતાઓમાં ફફડાટ જોવા મળી છે. ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરમાં એક દિવસ પોતાના મત વિસ્તારમાં વિતાવશે. આજે ગાંધીનગર અને કલોલમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. જો કે અમિત શાહની મુલાકાત પૂર્વે સ્થાનિક ભાજપના નેતાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જુના ઉમેદવારો માં વધારે ખોફ દેખાઈ રહ્યો છે.
વાત કરીએ આ મુદ્દે વિગતે તો કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજથી જ્યારે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે હાલમાં યોજાયેલ પેટાચૂંટણીને લઇને ગઇ કાલે આવેલા પરિણામમાં મળેલી હાર બાદ સ્થાનિક નેતાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમિત શાહ ગુજરાતમાં મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ સાથે પેટાચૂંટણીના પરિણામને લઇને ચર્ચા કરી શકે છે. જેથી ઘણા નેતાઓની બોલતી બંધ થઈ શકે છે.
અમિત શાહ ગાંધીનગર અંગત કામો તથા બીજા કામો થઈ ગુજરાત દોરા પર છે. લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતેના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણમાં હાજર રહેશે. અમિત શાહ ગાંધીનગર અને કલોલ ખાતે અનેક વિકાસ કાર્યોમાં ભાગ લેશે. અમિત શાહ ગાંધીનગર કોર્પોરેશન કમાન્ડ રૂમનું લોકાર્પણ કરશે તેમજ મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. અને ત્યારબાદ આગળનું અન્ય કામ પતાવશે.