છત્તીસગઢમાં જે નકસલી હુમલો થયો તેમા દેશની સેવા કરી રહેલા 22 કરતા પણ વધારે જવાનો શહિદ થયા છે. જેમને શ્રદ્ધાંજલી આપવા માટે આડે અમીતશાહ છત્તીસગઢમાં ગયા હતા. જ્યા તેમણે ઘાયલ જવાનો સાથે પણ મુલાકાત કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જવાનોની વિરતાની પ્રશંસા કરી અને તેમણે શહીદોને નમન કર્યા હતા. સાથેજ તેમણે છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. અને તેમની સાથે દરેક પાસાઓ પર ચર્ચા વિચારણા કરી હતી. બાદમાં તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી. જેમા તેમણે એવું કહ્યું હતું કે જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય.
સાથેજ તેમણે કહ્યું કે નક્સલી સાથે હવે લડાઈ નિર્ણાયક મોડ પર આવી પહોચી છે. તેમણે જણાવ્યું કે 5 થી 6 વર્ષોમાં કેમપ્ને આપણે અંદર સુધી લઈ ગયા. જેના કારમે હવે નક્લીઓ ભયભીત થઈ ગયા છે. આ ઉપરાંત તેમણે આદિવાસી વિસ્તારનો વિકાસ કરવા જણાવ્યું હતું, સાથેજ તેમણે કહ્યું કે નક્સલીઓ સામે હવે ઝડપથી ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.
ગૃહમંત્રીએ વધુંમાં કહ્યું કે નક્સલીઓ સામે કેન્દ્ર સરકાર અને છત્તીસગઢની સરકાર સામનો કરી રહી છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ લડાઈને હવે અંત સુધી લઈ જાઓ. જેથી તેમણે કહ્યું કે હવે આ લડાઈ વધું તીવ્ર બનશે અને ઝડપથી નક્સલીઓ સામે વિજય પ્રાપ્ત કરવામાં આવશે.
વધુંમાં અમિત શાહ હોસ્પિટલ ગયા હતા. અને ત્યા તેમણે ઘાયલ જવાનો સાથે મુલાકાત લીધી હતી. સાથેજ શહીદ જવાનોના શબને તેમના ઘરવાળાઓને સોપ્યા હતા. મુખ્યમંત્રી બધેલ દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ ઘર્ષણ નહી પરંતુ યુદ્ધ હતું. સાથેજ તેમણે એવું કહ્યું હતું કે નક્સલીઓની આ અંતિમ લડાઈ છે. તેમના વિસ્તારમાં જઈને જવાનોએ તેમને માર્યા છે.
ઉલ્લેખનિય છે કે આ હુમલામાં 23 જેટલા જવાનો ભારતે ગુમાવ્યા છે. આ ઘટનાની જાણ જ્યારે ગૃહમંત્રી અમિત શાહને થઈ ત્યારે તેમણે મુખ્યમંત્રી ભુપેશ બધેલ સાથે ફોન પર વાતચીત કરી હતી. જોકે હવે આ સમગ્ર મામલે આગામી સમયમાં સરકાર દ્વારા કયા પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું