અમિત શાહના પુસ્તકમાં થી થયો મોટોખુલાસો મોદી સરકારની શાસન નીતિ પર છે આનો પ્રભાવ.જાણો વિગતે

અમિત શાહના પુસ્તકમાં થી થયો મોટોખુલાસો મોદી સરકારની શાસન નીતિ પર છે આનો પ્રભાવ.જાણો વિગતે હાલ સમગ્ર દેશમાં માં સૌ કોઈ નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ના વખાણ કરે છે તેવા માં એક મુદ્દો બહાર ઉછળી ને આવ્યો તે મુદ્દો છે.

કે મોદી સરકાર ની આ શાસન નીતિ  કોના પર પ્રભાવીત છે. મોદી સરકારની શાસન નીતિ પર છે પ્રભાવ જેનો ઉલ્લેખ અમિત શાહના પુસ્તકમાં થયો છે.ચાણકય નીતિ નો છે પ્રભાવ

હાલની સરકાર એટલે કે મોદી સરકાર પર પ્રાચીન અને મહાન શાસનકાળ નો પ્રભાવ છે તેવું કહેવાય છે.મૌર્ય સામ્રાજ્યના ફિલોસોફર ચાણક્યએ માત્ર મોદી સરકારની શાસનની નીતિઓને જ પ્રભાવિત નથી કર્યા પરંતુ વડાપ્રધાન ખુદને પ્રધાન સેવક કહે છે.

તે ચાણક્યની નીતિથી ઉઠાવવામાં આવ્યો છે. આ નહી મોદી સરકારની કર નીતિ, અજિત ડોભાલની મસ્કુલર પૉલિસી અને સામ,દામ,દંડ,ભેદની રણનીતિને પણ ચાણક્યની નીતિથી લેવામાં આવ્યા છે.

જેનો ખુલાસો ખુદ બીજેપી અધ્યક્ષે પોતાના લખેલા પુસ્તકમાં કર્યો છે.આ પુસ્તક અમિત શાહે પોતે લખેલું છે જેમાં આ સમગ્ર મુદ્દા નો ઉલ્લેખ થયો છે.

ગૃહમંત્રી અમિત શાહ સોમવારે રાજ્યસભામાં કલમ 370 પૂર્ણ કરવાના નિર્ણયની ઝલક પણ ચાણક્યની નીતિથી પ્રભાવિત હતી.

શાહ પોતાના પુસ્તકમાં ચાણક્યને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો જનક ગણાવે છે, તેમની જાહેરાતના એક દિવસ પહેલા બીજેપી સાંસદોની બેઠકમાં સાંસદોને વાચવા માટે વેચવામાં આવેલા શાહની ચાણક્ય પર લખેલા પુસ્તકને જો કોઇએ વાચી છે.

તો તસવીર સ્પષ્ટ હતી કે અમિત શાહના અખંડ રાષ્ટ્રની વિચારધારામાં જમ્મુ કાશ્મીરમાં કલમ 370 પૂર્ણ કરવી એક સ્વાભાવિક પક્રિયા હતી.પરંતુ તેઓ જણાવે છે કે હજી ઘણા બધા કામ છે.

જે કરવા ના બાકી છે.અમિત શાહે સંસદમાં કલમ 370 ખતમ કરતા સમયે પોતાના ભાષણમાં કહ્યું કે કલમ 370 પૂર્ણ કરતા જ જમ્મુ કાશ્મીરની એકતા અને દેશની અક્ષુણ્ણતાને યથાવત રાખી શકાય છે. શાહની આ જાહેરાત પર સીધે સીધા ચાણક્યની કૂટનીતિની અસર જોવા મળે છે.

ચાણક્યને ઉદધૂત કરતા એક રાષ્ટ્ર,અખંડ રાષ્ટ્રના શિલ્પી શીર્ષકમાં શાહ લખે છે ચાણક્યએ સિકંદરના હુમલા સમયે આ નિશ્ચય કર્યો કે જો અમે ભારતને એક નથી રાખી શક્યા.

અમે જો એક અખંડ કેન્દ્રીય સામ્રાજ્ય નથી બનાવી શકતા તો અમારૂ અસ્તિત્વ, અમારી સંસ્કૃતિ, અમારી પરંપરા બધુ એક દિવસ લુપ્ત થઇ જશે.માટે વિકટ પરિસ્થિતિ માં હંમેશા એકતા પ્રથમ હથિયાર છે.

જે દુશ્મન ને ઠંડો પાળે છે.ગૃહ મંત્રી શાહે મંગળવારે સંસદમાં કહ્યું કે અખંડ જમ્મુ કાશ્મીરનો અર્થ માત્ર જમ્મુ કાશ્મીર જ નહી પરંતુ પાક અધિકૃત કાશ્મીર અને ચીનના કબજા ધરાવતો ભાગ અક્સાઇ ચીન પણ છે. શાહ ચાણક્ય નીતિ પર આધારિત અખંડ ભારત,સુખી સમૃદ્ધ ભારતના વિચારને મોદી શાસનમાં ધરતી પર ઉતારવાનું કામ કરી રહ્યાં છે.શાહ ના માટે ચાણકય ની સૌથી શ્રેષ્ઠ નીતિ છે માટે તે હંમેશા તેને અનુસરી નેજ ચાલશે.

બીજેપીની થિન્કટેન્ક રામભાઉ પ્રબોધિની દ્વારા છાપવામાં આવેલી 52 પાનાના પુસ્તક સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના શિલ્પીથી મોદી સરકારની નીતિઓ પર ચાણક્યની નીતિની ઝલક એક જગ્યા પર નહી કેટલીક જગ્યા પર દેખાય છે.વધુ માં બીજેપી અધ્યક્ષ લખે છે.

કે ચાણક્યએ દેશના અર્થતંત્ર માટે ઘણા સારા સિદ્ધાંત આપ્યા છે, તેમણે જણાવ્યુ કે જનતા પર ટેક્સ કેવી રીતે લગાવવુ જોઇએ. ચાણક્ય અનુસાર રાજાએ રાજ્યના કરદાતાઓ પાસેથી કર લેવો જોઇએ જેવી રીતે મધુમાખી પુષ્પમાંથી મધ ચુસે છે. માટે આ પ્રક્રિયામાં ના તો પુષ્પની સુગંધ સમાપ્ત થાય છે અને ના તો પુષ્પનું સૌદર્ય પ્રભાવિત થાય છે.

બજેટ ભાષણ વાંચતા નાણામંત્રી નિર્મલા સીતારમણે ચાણક્યની નીતિ શાસ્ત્રને ઉદધૃત કરતા કહ્યું હતું કે ટેક્સ ઓફિસર મધુમાખીની જેમ જે પુષ્પમાંથી મધ વગર તેમણે નુકસાન પહોચાડ્યા વગર ભેગુ કરે છે તો બજેટ અને સરકારના ટેક્સ પ્રપોઝલમાં ચાણક્ય નીતિની ઝલક સ્પષ્ટ દેખાય છે.

ચાણક્યએ કહ્યું હતું કે નવા વ્યાપારને ટેક્સ ફ્રી રાખવો જોઇએ, મોદી સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં નવા વ્યાપારને ટેક્સ ફ્રી રાખ્યુ છે.મોદી હોવી આગામી તમામ નિર્ણય ચાણકય નીતિ ને અનુસરીને જ લેશે.આ વાત અમિત શાહે કરી છે તેવું કહેવામાં આવે છે.

વધુ માં અમિત શાહ કહે છે કે અત્યાર સુધી ના તમામ નિર્ણય પણ ચાણકય નીતિ સાથે ક્યાંક ને ક્યાંક અને હવે આવનારા દિવસોમાં લેવાનાર નિર્ણય પણ તેનેજ આભારી હશે. કેટલાક અગત્ય ના મુદ્દા

(૧) સૌનો સાથ, સૌનોવિકાસ

મોદી સરકારની સૌનો સાથ, સૌનો વિકાસની 2014ની ટેગલાઇન પણ ચાણક્ય નીતિથી લેવામાં આવી છે. બીજેપી અધ્યક્ષ લખે છે કે જ્યારે નરેન્દ્ર ભાઇ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ થાય તો તે ચાણક્યની પરંપરાને જ આગળ વધારી રહ્યાં છે.

વડાપ્રધાન પોતાના ભાષણોમાં અને કોઇ પણ કાર્યક્રમને શરૂ કરતા સમયે કહે છે કે અંતિમ વ્યક્તિનો વિકાસ થવો જોઇએ આ પણ ચાણક્ય નીતિથી લેવામાં આવ્યુ છે.

ચાણક્યને ઉદધૃત કરતા શાહ લખે છે કે ચાણક્યની નીતિ અનુસાર સૌનો વિકાસ થવો જોઇએ. અંતિમ વ્યક્તિનો વિકાસ થવો જોઇએ અને વિકાસની પ્રક્રિયામાં સૌની ભાગીદારી થવી જોઇએ.

(૨)કોંગ્રેસના પરિવારવાદ પર હુમલો,કોંગ્રેસ પણ ચાણક્ય પાસેથી શીખે

અમિત શાહ લખે છે કે ચાણક્યના જમાનામાં રાજાનો મોટો પુત્ર જ રાજા હોય છે. ચાણક્યએ તેને બદલ્યો, ચાણક્યએ કહ્યું જે, મોટો તે છે જે શ્રેષ્ઠ છે, તે રાજા બની શકે છે.

રાહુલ ગાંધી માટે આ વાત કહી શકાય છે. અમિત શાહ કોંગ્રેસના પરિવારવાદ પર હુમલો કરતા કહે છે કે ચાણક્યએ 2300 વર્ષ પહેલા પરિવારવાદની ભૂમિકાને રાજકારણમાં ઓછુ કરવાનો પ્રયાસ કર્યો પણ જે વાત ચાણક્યએ કહી તેનાથી નવા અધ્યક્ષને શોધી રહેલી કોંગ્રેસ શીખી શકે છે.

ચાણક્ય કહે છે કે જો એક જ પુત્ર છે જે સૂજબુઝ ધરાવતા નથી અને તે રાજ પદ પર નહી, તેની જગ્યાએ કોઇ યોગ્ય ચૂંટણી થવી જોઇએ. કોંગ્રેસ જો ચાણક્યને વાંચે તો પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ માટે બરાબર છે.

(૩)આરબીઆઇ અને સેબીની સ્વાયતતા

આરબીઆઇની સ્વાયતતા, રઘુરામ રાજન અને ઉર્જિત પટેલની સરકાર સાથે કેટલાક મુદ્દે અસહમતિ, રિઝર્વ બેન્કની નાણા મંત્રાલયથી તનાતનીના સુત્ર પણ મોદી સરકાર પર ચાણક્ય નીતિનો પ્રભાવમાં જોવા મળે છે. ગૃહમંત્રી અમિત શાહ લખે છે.

કે 2300 વર્ષ પહેલા રેગુલેટરની કલ્પના સૌથી પહેલા ચાણક્યએ કરી હતી. કોષાગારના નિર્દેશક રાજા પાસેથી સ્વતંત્ર હોતુ હતું, રાજા સાથે બંધાયેલુ નહતું.

એટલે વડાપ્રધાનથી બંધાયેલુ નથી હોતું. રાજાના આદેશની અવહેલના કરવા પર તેને ફાંસીની સજા નહતી હોતી. મતભેદો બાદ પણ બે ગવર્નરોના સમ્માનજનક વિદાય અને તે બાદ પણ આરબીઆઇની સ્વાયતતા યથાવત રાખવી તે ચાણક્ય નીતિનો ભાગ છે.

(૪)વેલ્થ ટેક્સની આહટ

મોદી સરકારે આ વર્ષે બજેટમાં વેલ્થ ટેક્સ નથી લગાવ્યો પણ જો મોદી સરકારની નીતિઓ પર ચાણક્યના પ્રભાવને જોઇએ તો આગામી બજેટમાં સરકાર વેલ્થ ટેક્સ લગાવી શકે છે.

શાહ લખે છે કે રાજસ્વ મેળવવાના છ રીત ચાણક્યએ જણાવી છે અને સંપત્તિ કરની કલ્પના તેમણે તે સમયે જ કરી દીધી હતી, વેલ્થ ટેક્સ લાગવાનો છે.

(૫)ભ્રષ્ટાચાર પર મોદી નીતિ

અમિત શાહ લખે છે કે ભ્રષ્ટાચાર પર ચાણક્યની નીતિ વાસ્તવિકતા પર ટકેલી છે. કોઇ પણ રાજા જો એવુ કહે છે કે મારા રાજ્યમાં ભ્રષ્ટાચાર નથી આ અશક્ય છે, રાજ્યની અંદર ભ્રષ્ટાચાર હોય જ છે.

(૬)વિદેશ નીતિ પર અસર

બીજેપી અધ્યક્ષ લખે છે કે વિદેશ નીતિ પર ચાણક્યના વિચાર આટલા સુક્ષ્મ અને યથાર્થવાદી છે કે તેને જોઇને લાગે છે કે વિદેશ નીતિના પંડિતોને ચાણક્ય પાસેથી શીખવુ જોઇએ.

બાલાકોટમાં ભારતે જે રીતે એરફોર્સનો ઉપયોગ કરતા સર્જિકલ સ્ટ્રાઇક કરી તે સૂત્ર ચાણક્યની વિદેશ નીતિના સુત્ર નંબર 2માં મળે છે.

ચાણક્યની વિદેશ નીતિમાં વિગ્રહ નીતિનો અર્થ છે જે યુદ્ધ કરે છે તેમની સામે યુદ્ધ જ વિકલ્પ છે. મોદી સરકારે પાકિસ્તાન સાથે વાતચીતની બારી બંધ કરી દીધી છે.

2014માં વિદેશ મંત્રી સ્તરની વાર્તાને રદ કરી અને સેના પર હુમલાનો જવાબ સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા આપ્યો હતો.

જમ્મુ કાશ્મીરમાં વાજપેયી અને રૉના પ્રમુખ રહેલા એસ દુલતની અલગાવવાદીઓ સાથે વાતચીત અને કાશ્મીરિયતની પોલિસીના વિપરીત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની મસ્કુલર પોલિસી પાછળ પણ ચાણક્ય નીતિની જ અસર છે.

શાહ અનુસાર ચાણક્યએ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાની જગ્યા દેશહિતને સર્વોપરિ રાખવાનો નિર્દેશ આપ્યો છે. પાડોશી પાકિસ્તાન અને ચીનના સબંધોને બે રીતે લડવાની કૂટનીતિની છાપ વિગ્રહ અને સંશ્રયમાં મળે છે.

(૭)સામ,દામ,દંડ,ભેદની નીતિ

ચાણક્યની નીતિ સામ, દામ,દંડ ભેદનો ઉલ્લેખ કરતા અમિત શાહ લખે છે ચાણક્યએ કહ્યું છે કે સામ,દામ,દંડ ભેદનો પ્રયોગ વ્યક્તિ માટે નહી, રાષ્ટ્રને યશસ્વી બનાવવા માટે કરવો જોઇે. સત્ય શું છે અને અસત્ય શું છે આ પ્રશ્ન પૂછતા શિષ્ય ચાણક્યને પૂછે છે.

કે તમારી પર કેટલાક ગણરાજ્યોના પ્રમુખોની હત્યા કરાવવાનો આરોપ છે, સત્ય શું છે? ચાણક્ય જવાબ આપે છે કે જે કામ કરતા સમયે અંતરાત્મા કહે છે કે આ કામ કરી લેવુ જોઇએ તે સત્ય છે. મે ખુદ માટે કઇ નથી કર્યુ, પોતાના રાષ્ટ્રને એક કરવા માટે કર્યુ છે.

આ શીષર્કમાં સ્પષ્ટ નથી કરવામાં આવ્યુ કે ગૃહમંત્રી અમિત શાહ ક્યા પરિપ્રેક્ષ્યમાં તેનો ઉલ્લેખ કરી રહ્યાં હતા.કુલ મળીને જો મોદી સરકારને સમજવી છે.

તો તમારે ચાણક્યને વાંચવો પડશે કારણ કે મોદી સરકારની નીતિઓ અને ગવર્નેસ મોડલનું બ્લૂ પ્રિન્ટ ચાણક્યની શાસન નીતિથી લેવામાં આવ્યુ છે અને તેની ઝલક શાસનની નીતિ પર દરેક જગ્યાએ જોવા મળે છે.અને આ ઝલક આગળ પણ જોવા મળશે તેવી માહિતી મળી રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top