ગૃહમંત્રી અમિત શાહે નક્સલીઓને આપી ખુલ્લી ચેતવણી, કહ્યું હથિયાર મુકી દો અને આત્મસમર્પણ કરો નહી તો પછી…

બીજાપુરમાં થયેલા નક્સલી હુમલા બાદ દેશમાં હોલ રોષનો માહોલ છે. આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રઇ અમિતશાહ પણ બીજાપુર ગયા હતા. જ્યા તેઓ સીઆરપીએફના ઘાયલ જવાનોને મળ્યા, જવાનો સાથે તેમણે ચર્ચા વીચારણા કરી સાથેજ તેમણે જવાનોની મુશ્કેલીને દુક કરવાની ખાતરી પણ આપી હતી.

એટલુંજ નહી તેમણે જવાનોને વિશ્વાસ અપાવ્યો કે શહિદોનું બલિદાન વ્યર્થ નહી જય. જવાનો સાથે તેમણે ચર્ચા કરતા કહ્યું કે તમે અદમ્ય સાહસથી સંઘર્ષ કર્યો હતો. વધુંમાં તેમણે કહ્યું કે તમે ભારત સરકાર તેમજ છત્તિસગઢ સરકારમાં વિશ્વાસ રાખજો. જવાનો સાથે ચર્ચા કરતા તેમણે કહ્યું કે ભારત સરકાર તમારી સમસ્યાઓ સમજે છે.

ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે આ લડાઈમાં કેન્દ્ર સરકાર તેમંની સાથે છે. અને થોડાક સમયમાં બધીજ સમસ્યાઓ સરકાર દ્વારા દૂર કરવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે નક્સલીઓને કારમે આ વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયો છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે જો નકસલીઓ આત્મસમર્પણ નહી કરે તો આપણી પાસે પણ બીજો કોઈ વીકલ્પ નહી બચે.

જવાનોનો જુસ્સો વધારવા માટે તેમણે બીજાપુરના સીઆપપીએપ કેમ્પમમાં જવાનો સાથે ભોજન કર્યું હતું. અને તે દરમિયાન તેમણે જવાનો સાથે ચર્ચા કરી હતી. તેમની સમસ્યાઓ જાણી હતી. સાથેજ તે લોકોને ભરોસો પણ આપ્યો કે તેમની દરેક સમસ્યાઓને દૂર કરવામાં આવશે. બીજી તરફ નક્લીઓએ કરેલા આ હુમલાને કારણે દેશમા પણ રોષનો માહોલ ફેલાયેલો છે.

અમિતશાહ જ્યારે રવાના થયા ત્યારે નકસ્લીઓ દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો, પત્રમાં કહેવામાં આવ્યું કે અમિત શાહ ગૃહમંત્રી છે તેમ છતા તેઓ ગેરબંધારણીય વાતો કરી રહ્યા છે. આ પત્ર માઓવાદી પ્રવક્તા અભય દ્વારા જારી કરવામાં આવ્યો છે.પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં 100 કરતા વધારે પોલીસકર્મીઓ ધાયલ થયા છે.

ઉલ્લેખનિય છે કે પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકાર જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે તો આ પ્રકારના હુમલાઓ થતા રહેશે. જેથી નક્લીઓ સામે હવે સરકાર દ્રા શું પગલા લેવામાં આવશે તે તો આવનાર સમયમાંજ ખબર પડશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top