અમરેલીમાં વકીલે હેવાનિયતની હદ વટાવી ઓફિસમાં જ શારીરિક સંબંધ બાંધ્યા, છૂપી રીતે વીડિયો પણ ઉતાર્યો

અમરેલીમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં એક વકીલ દ્વારા મહિલાને બ્લેકમેઈલ કરીને બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા મહિલાની ફરિયાદના આધારે વકીલની ધરપકડ કરીને જરૂરી કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી વકીલ દ્વારા મહિલાનો સાવરકુંડલાની કોર્ટમાં કેસ જોવામાં આવી રહ્યો હતો. જેના કારણે મહિલાને અવાર નવાર વકીલને મળવા આવું પડતું હતું. આથી વકીલની દાનત મહિલા ઉપર બગડી હતી જેના લીધે ૨૨ ઓગસ્ટના રોજ એક મીટીંગ દરમિયાન વકીલ અમરેલી જીલ્લા પંચાયતની બાજુમાં આવેલી ઓફિસમાં મહિલાને લઇને ચાલ્યો ગયો હતો.

ત્યાર બાદ વકીલ દ્વારા મહિલા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને છુપી રીતે સમગ્ર દુષ્કર્મનો વિડીયો પણ બનાવી લીધો હતો. વકીલને તેનાથી પણ તેને સંતોષ ન મળતા તેને મહિલાને ૨૪ ઓગસ્ટના રોજ મળવા માટે બોલાવી હતી અને તેની સાથે શારીરિક સબંધ બાંધવા માટેની માંગણી કરી નાખી હતી.

જ્યારે મહિલા દ્વારા તેનો ઇનકાર કરવામાં આવતા વકીલે છુપાઈને ઉતારેલો દુષ્કર્મનો વિડીયો તેને બતાવ્યો હતો. ત્યાર બાદ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને મહિલા ઉપર ફરી એક વખત તેને દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે મહિલાએ કંટાળીને અંતે પોલીસ સહારો લીધો હતો અને વકીલ સામે ફરિયાદ દાખલ કરી દીધી હતી.

મહિલા દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, વકીલ દુષ્કર્મ સમયે ઓફિસની બહાર અન્ય એક મહિલાને ઉભી રાખતો હતો જેથી કોઈ અંદર આવી શકે નહીં. પોલીસે મહિલાની ફરિયાદ ધ્યાને રાખતા વકીલની ધરપકડ કરીને જરૂરી કાર્યવાહી શરુ કરી દીધી છે.

Scroll to Top