Amul Milk Price Hike: અમૂલે ફરી એકવાર સામાન્ય લોકોને આંચકો આપીને બજેટ બગાડ્યું છે. અમૂલે ફરી દૂધના ભાવમાં વધારો કર્યો છે. હવે ફુલ ક્રીમ દૂધ 63 રૂપિયાને બદલે 66 રૂપિયા પ્રતિ લિટર આપવામાં આવશે. ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયાનો વધારો કરીને 65 રૂપિયાથી 70 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. અમૂલ દહીં અને અન્ય આડપેદાશોના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આટલો વધારો થયો
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, જે અમૂલ તરીકે જાણીતું છે, તેણે જાહેરાત કરી છે કે તેણે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3 સુધીનો વધારો કર્યો છે. કિંમતોમાં ફેરફાર બાદ અમૂલ ગોલ્ડના નવા ભાવ 66 રૂપિયા પ્રતિ લીટર થશે. કંપનીએ જણાવ્યું છે કે એક લિટર અમૂલ ફ્રેશ દૂધની કિંમત 54 રૂપિયા, અમૂલ ગાયના દૂધની એક લિટરની કિંમત 56 રૂપિયા અને અમૂલ એ-2 ભેંસના દૂધની કિંમત 70 રૂપિયા પ્રતિ લિટર છે. આ વર્ષે અમૂલ દ્વારા દૂધના ભાવમાં આ પ્રથમ વધારો છે. અમૂલે ગયા વર્ષે માર્ચ, ઑગસ્ટ અને ઑક્ટોબરમાં – ઊંચી કિંમતને ધ્યાનમાં રાખીને દૂધના ભાવમાં ત્રણ વખત વધારો કર્યો હતો.
2 ઓક્ટોબરે કિંમતોમાં વધારો કરતી વખતે કંપનીએ કહ્યું હતું કે દૂધની કામગીરી અને ઉત્પાદનની એકંદર કિંમતમાં થયેલા વધારાને કારણે ભાવમાં આ વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ એકલા પશુ આહારની કિંમતમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. ઈનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, અમારા સભ્ય સંગઠનોએ ગયા વર્ષની સરખામણીમાં ખેડૂતોના ભાવમાં 8-9 ટકાનો વધારો કર્યો છે.
પરાગ દૂધના ભાવ પણ વધ્યા
આ પહેલા ગુરુવારે ડેરી ફર્મ પરાગ મિલ્ક ફૂડ્સે ગુરુવારે ગોવર્ધન બ્રાન્ડ ગાયના દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો કારણ કે ઓપરેશન અને દૂધ ઉત્પાદનની કિંમતમાં વધારો થયો હતો. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે કિંમતોમાં વધારા સાથે ગોવર્ધન ગોલ્ડ મિલ્કની કિંમત હવે 54 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 56 રૂપિયા થઈ ગઈ છે. પરાગ મિલ્ક ફૂડ્સના ચેરમેન દેવેન્દ્ર શાહે જણાવ્યું હતું કે ઊર્જા, પેકેજિંગ, લોજિસ્ટિક્સ અને પશુ આહારની કિંમતમાં વધારો થવાને કારણે ભાવમાં વધારો થયો છે.