સાઉદી અરેબિયામાં મળ્યું 8000 વર્ષ જૂનું મંદિર, કેટલાક રહસ્યો વિશે સાંભળી તમારા કાન ઉભા થઇ જશે

સાઉદી અરેબિયામાં 8000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. પુરાતત્વવિદોને ખોદકામ દરમિયાન અહીં એક મંદિર પણ મળ્યું છે. મંદિર સાથે જોડાયેલા ઘણા અવશેષો દર્શાવે છે કે તે સમયે આવા લોકો અહીં રહેતા હતા, જેઓ ધાર્મિક વિધિઓ અને અનુષ્ઠાન કરતા હતા. રોક કટ નામનું આ મંદિર તુવૈક પર્વતની બાજુમાં આવેલું છે. આ સિવાય અહીં 2,807 કબરો પણ મળી આવી છે. તમને જણાવી દઈએ કે જ્યાં આ અવશેષો મળ્યા છે, તે જગ્યા રિયાધના દક્ષિણમાં છે.

ધાર્મિક શિલાલેખો મળી આવ્યા છે –

સાઉદી અરેબિયામાં મળી આવેલા આ પ્રાચીન મંદિર અને વસાહતમાં કેટલાક ધાર્મિક શિલાલેખો પણ મળી આવ્યા છે. આ શોધ અલ-ફાઓમાં કરવામાં આવી હતી, જે એક સમયે કિંડા કિંગડમની રાજધાની હતી.

સર્વે દરમિયાન કેટલીક બાબતો ધ્યાનમાં આવી –

સાઉદી અરેબિયન હેરિટેજ કમિશનની એક બહુરાષ્ટ્રીય ટીમ સર્વે કરવા માટે અલ-ફાઓ ગઈ હતી. ત્યાં ઊંડા ખોદવાની સાથે સર્વેની કામગીરી પણ લાંબા સમયથી ચાલી રહી હતી.

નિયોલિથિક સમયગાળાથી માનવ વસાહતો

આ ઉપરાંત, 8,000 વર્ષ જૂના નિયોલિથિક સમયગાળાના માનવ વસાહતોના અવશેષો પણ અહીં મળી આવ્યા છે. અનેક યુગની 2,807 કબરો પણ અહીં જોવા મળી છે.

તે સમયે પણ વરસાદી પાણીનો ઉપયોગ થતો હતો –

અભ્યાસમાં અલ-ફાઓની જટિલ જળ સિંચાઈ પ્રણાલીનો પણ પર્દાફાશ થયો હતો. તે દરમિયાન સ્થાનિક લોકો દ્વારા વરસાદી પાણીને ખેતરોમાં લઈ જવા માટે સેંકડો ખાડાઓ, કેનાલો ઉપરાંત પાણીની ટાંકીઓ ખોદવામાં આવી હતી. આ શોધ દર્શાવે છે કે તે સમય દરમિયાન પણ લોકો એવી બાબતો જાણતા હતા કે આવી રણની જગ્યાએ વરસાદના પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો.

40 વર્ષથી આ વિસ્તાર પુરાતત્વીય અભ્યાસમાં હતો –

અલ-ફાવ પુરાતત્વીય વિસ્તાર છેલ્લા 40 વર્ષથી પુરાતત્વીય અભ્યાસ હેઠળ છે. ખાસ વાત એ છે કે મૂર્તિઓ અને મંદિરોની પૂજા કરવાની પરંપરા હતી.

Scroll to Top