કચ્છના ભચાઉ દુધાઈ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે 9 લોકોનો ભોગ લીધો છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત સવારના સમયે થયો હતો અને અકસ્માત બાદ રસ્તા પર પીડિતો અને પોતાના નજીકના લોકોને ગુમાવનારા લોકોની ચિચિયારીઓથી ગમગીન વાતાવરણ બન્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ટ્રેક્ટર અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ ટ્રેક્ટર ફંગોળાયું અને તેની ટ્રોલી ઊંધી વળી જવાના કારણે તેમાં સવાર લોકોના જીવ ગયા. ગંભીરોની હાલત જોતા મૃતકોનો આંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો કશું સમજે તે પહેલા ન થવાનું થઈ ગયું અને અકસ્માત બાદ રસ્તા પર લોકો કણસતા રહ્યા અને મોતને ભેટ્યા.
બનાવ બાદ ધટના સ્થળ પર હાજર લોકોને તાત્કાલિક સારવાર માટે 108ને જાણ કરી હતી.
આ ઘટનામાં ઘાયલ થયેલા 10 જેટલા લોકોને સવાર માટે ભચાઉમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. રસ્તા પર લોહીના ખાબોચિયા