સામેથી દોડતો આવી રહ્યો હતો હાથી, છતાં બે લોકો ચુપચાપ ઉભા રહ્યા,જોવો પછી શું થયું

હાથી સામાન્ય રીતે નમ્ર સ્વભાવનું પ્રાણીઓ હોય છે અને તે ઉશ્કેર્યા સિવાય ખરેખર કોઈને નુકસાન કરતા નથી. તમે આશ્ચર્ય પામશો કે અમે અચાનક આ વિશે કેમ વાત કરી રહ્યા છીએ. તો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક હાથી બે માણસો પર હુમલો કરતો જોવા મળે છે. જો કે તે પછી પુરુષોએ એવું શું કર્યું જે જોઈને તમે પણ ચોંકી જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને ફિગન નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. આ ટૂંકી ક્લિપમાં એક હાથી પાર્કમાં મસ્તી કરી રહ્યો હતો. તેણે બે લોકોને જોયા અને તેમના પર હિંસક હુમલો કરવા જઇ રહ્યો હતો. ગુસ્સે ભરાયેલા હાથીને જોઈને તેઓ ભાગ્યા નહિ અને એક જગ્યાએ સ્થિર થઈને ઊભા રહ્યા. આશ્ચર્યની વાત એ છે કે, તેમને એક જગ્યાએ શાંતિથી ઉભા જોઈને હાથીએ તેમના પર હુમલો ન કર્યો અને પીછેહઠ કરવા લાગ્યો.

પોસ્ટની સાથેના કેપ્શનમાં લખ્યું છે, “ગભરાશો નહીં એ આત્મરક્ષણનું શ્રેષ્ઠ સ્વરૂપ છે!” ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી આ વીડિયોને લગભગ 2 મિલિયન વ્યૂઝ મળ્યા છે. જ્યારે કેટલાક યુઝર્સે વિચાર્યું કે માણસો સાથે બંદૂક જોઈને હાથી પીછેહઠ કરી ગયો, તો કેટલાકે તેને બહાદુર ગણાવ્યા. એક યુઝરે લખ્યું, “મને લાગે છે કે હાથીએ બંદૂક જોઈ.”

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો