શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, એક ચોકલેટે બની માસૂમની મોતનું કારણ

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, એક ચોકલેટે બની માસૂમની મોતનું કારણ

કર્ણાટકમાં એક છ વર્ષની બાળકીના ગળામાં ચોકલેટ ફસાઈ જતાં તેનું મોત થયું હતું. મામલો કર્ણાટકના ઉડુપી જિલ્લાનો છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે મૃતક યુવતીનું નામ સમનવી પૂજારી છે. આ ઘટના ત્યારે બની જ્યારે સમનવી તેના ઘરેથી સ્કૂલ જવા માટે બસમાં ચઢી રહી હતી.

ખરેખરમાં છોકરી શાળાએ જવાની ના પાડી રહી હતી. જે બાદ તેના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોએ તેને ચોકલેટનું બહાનું આપીને સ્કૂલે જવા માટે બોલાવી હતી. આ દરમિયાન છોકરીને સ્કૂલે જવા માટે બસ આવી. બસ જોતાં જ સામનવીએ રેપર ખોલ્યા વગર જ ચોકલેટ ખાધી. જેના કારણે તેના ગળામાં ચોકલેટ ફસાઈ ગઈ હતી અને તે ગૂંગળામણને કારણે બસના દરવાજા પાસે બેભાન થઈને પડી હતી.

આ જોઈને લોકો સામનવીને લઈને નજીકની હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલમાં બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મણિપાલ કેએમસી હોસ્પિટલના શબઘરમાં મોકલવામાં આવ્યો છે. બંધુલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે બાળકીના મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. ત્યાં જ બાળકીના મૃત્યુ બાદ શાળામાં રજા પણ જાહેર કરવામાં આવી છે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Bengaluru Apartment Woman Skeleton Found
India

બંધ એપાર્ટમેન્ટમાંથી મળ્યો મહિલાનો 1 વર્ષ જૂનો કંકાલ, રૂમમાં સ્પ્રેની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

બેંગલુરુના એક પોશ વિસ્તારમાં આવેલા રહેણાંક એપાર્ટમેન્ટમાંથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી […]

Fortune Sunflower Oil FSSAI Penalty
Delhi

ફોર્ચ્યુન સનફ્લાવર ઓઈલ વિટામિન D ટેસ્ટમાં ફેલ, FSSAI એ કંપની પર ફટકાર્યો દંડ

દેશમાં પેકેજ્ડ ફૂડ અને ખાધ્ય તેલની ગુણવત્તા પર નજર રાખતી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ […]

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા
India

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા

મઉ: ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના ઘોસીમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં […]

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત
India

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત

વાયનાડ: કેરલના વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક મંગળવારે સવારે કેટલાય પહાડી વિસ્તારમાં ભારે ભૂસ્ખન થયું. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મુંદકઈ […]