ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લામાંથી આશ્ચર્યજનક કરનાર સમાચાર સામે આવ્યા છે. અહીં પાડોશીએ સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં આરોપીની પત્નીએ પણ પતિનો સાથ આપ્યો હતો. જે સમયે આરોપી બાળકી સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો તે દરમિયાન આરોપીની પત્ની ઘરની બહાર રખવાળી કરી રહી હતી.
જાનીકારી અનુસાર, 14 વર્ષીય સગીરા સાથે પાડોશીએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં તેની પત્નીએ પણ તેમનો સાથ આપ્યો હતો. સગીરાએ રડતા-રડતા આ ઘટનાની જાણ તેના માતા-પિતાને કરી ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. ત્યાર બાદ માતાએ પોલીસ મથકે જવાનો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે આ બાબતના આધારે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.
આ ઘટના ગંજ કોટવાલી વિસ્તારની છે. ૧૪ વર્ષીય સગીરા પોતાની માતા સાથે હોળીના દિવસે પાડોશીના ઘરે ગઈ હતી. તેમના પડોસી અને તેમના પિતાની ગાઢ મિત્રતા હતી. જ્યારે તે પોતાની માતા સાથે ચાલવા તૈયાર થઈ તો પાડોશીએ એ કહેતા રોકી લીધા કે તે પછી આવશે.
માતા પોતાની પુત્રીને છોડી ચાલી ગઈ હતી. તેમના ગયા બાદ પાડોશીની પત્નીએ સગીરાને રૂમમાં પોતાના પતિ સાથે બંધ કરી દીધી, જ્યાં તેમના પતિએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. બાદમાં સગીરા બહાર આવી તો તેને ધમકી આપવામાં આવી અને ચૂપ રહેવા માટે કહ્યું હતું.
બે દિવસ પછી, સગીરાએ રડતા-રડતા આ ઘટનાની જાણ તેના માતા-પિતાને કરી હતી, ત્યારબાદ સગીરાની માતા પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે પોલીસને આખી ઘટના વિશે જણાવ્યું હતું અને આરોપી દંપતીના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી.
ત્યાર બાદ બાદ પોલીસે યમન ખાન અને તેની પત્ની રૂમાના બેગમ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો હતો. ગંજ ઇન્સ્પેક્ટર રામવીરસિંહ યાદવે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.