હાલ ગુજરાત અને સમગ્ર ભારત માં લોકો પોતાના મોબાઈલ માં જ રચ્યા પચ્યા રેહતા હોઈ છે. તમે ઘણા છોકરાંઓ ના છોકરીઓના કપડામાં પણ વિડિઓ જોયા હશે. ત્યારે હવે ગુજરાત માં એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જે જોઈ ને તમે ચોકી જશો.
સંબંધ વિસે કહેવાય છે કે તે વેસ્ટર્ન સંસ્કૃતિથી પ્રેરિત છે. પણ હકીકત તો એવી છે. કે, સજાતિય સંબધો આપણે ત્યાં પણ અસ્તિત્વમાં છે. દુનિયાને જેણે ‘કામસુત્ર’ આપ્યું તેવા વાત્સાયને સમલૈંગિક્તા વિશે એક આખું પ્રકરણ લખ્યું છે.
બે પુરુષો વચ્ચે સજાતિય સંબધ હોય તેને હોમોસેક્યુઅલ કહેવામાં આવે છે જ્યારે બે મહિલાઓ વચ્ચે સજાતિય સંબધ હોય તેને લેસબિયન સંબંધ કહેવાય છે. આપણા સમાજમાં મોટા ભાગના લોકો હેટ્રોસેક્યુઅલ હોય છે.
એટલે કે તે લોકો વિજાતીય જાતિ માટે શારિરીક આકર્ષણ ધરાવે છે. પણ, સમાજમાં કેટલાક લોકો એવા પણ હોય છે જે સજાતીય લોકો માટે શારિરીક આકર્ષણ ધરાવે છે. અલબત્ત, અમુક લોકો એવા પણ હોય છે, કે જે લોકો સજાતીય અને વિજાતીય બંન્ને માટે આકર્ષણ ધરાવે છે.
જેને બાયસેક્યુઅલ કહેવાય છે. ગુજરાતમા સ્વૈચ્છિક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગના સહિયારી પ્રયાસોથી દેહવિક્રય કરતી મહિલાઓ હવે આ દૂષણથી જાણે મુક્ત થઇ રહી છે.
રાજ્યમાં દેહવિક્રય કરતી મહિલાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.એઇડ્સ જેવી ગંભીર બિમારી પ્રત્યે જાગૃતિ હવે ધીરે ધીરે કેળવાઇ રહી છે. જોકે, સજાતીય સબંધો ધરાવતાં પુરૂષોની સંખ્યામાં વધારો થયો છે.
આ ઉપરાંત સિરીંજથી નશો કરનારાઓની પણ સંખ્યા વધી છે. અને આને કારણે ઘણા રેપ કેસ ના કિસ્સા પર ઓછા થયા છે. સુપ્રિમ કોર્ટે પણ સમલૈંગિક સંબધોને ગેરકાયદે ગણતી કલમ 377 ને રદ કરી દીધી છે. આ એક ઐતિહાસિક ચુકાદો છે.
સમલૈંગિક સંબધોને સુપ્રિમ કોર્ટે માન્યતા આપી છે. દારૂ, ગાંજા સહિત નશીલા પદાર્થોનુ તો સેવન કરનારાં છે પણ સિરીજથી પણ નશો કરનારાં છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં સીરીંજથી નશો કરનારાંની સંખ્યા ૯૦૦ હતી જે વર્ષ ૨૦૧૮-૧૯ માં વધીને આ સંખ્યા હવે ૯૩૪ સુધી પહોંચી છે.
નશીલા પદાર્થોનુ સિંરીજથી નશો કરનારાં હવે જાણે વધી રહ્યાં છે. જોકે, સરકારના સહયોગથી કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ યુવાઓને આવા દુષણથી મુકત કરવા તનતોડ મહેનત કરી રહી છે. ગુજરાતમાં લગભગ ૮૭ સ્વૈચ્છિક સંસૃથાઓ આ બધા કામોમાં જોતરાયેલી છે. યુવાઓ નશીલા પદાર્થોના દુષણથી મુક્ત થાય તે માટે રાજ્ય નશાબંધી વિભાગ પણ પ્રયાસ કરી રહ્યુ છે.
રાજ્યમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં દેહવિક્રય કરતી મહિલાઓની સંખ્યા ૨૨૨૭૯ હતી જે વર્ષ ૨૦૧૮-૧૯ માં ઘટીને ૨૨૦૮૫ થઇ છે જે સારૂ ચિત્ર ઉપસાવી રહ્યુ છે.
સ્વૈચ્છિક સંસ્થાના સહયોગને લીધે હવે એઇડ્સ જેવા રોગો પ્રત્યે લોકજાગૃતિ વધી છે. સજાતીય સંબંધ એ કોઇ બિમારી નથી.
સજાતિય સંબધો એ માત્ર પસંદગીનો સવાલ છે. મોટા ભાગના લોકોને હેટ્રોસેક્યુઅલ સંબંધ હોય છે પણ અમુક લોકોને સજાતીય સંબંધ હોય છે. આ એકદમ નોર્મલ બાબત છે. સમલૈંગિક સબંધો એ કોઇ બિમારી નથી. એ કોઇ વારસાગત નથી. દેહવિક્રય કરતી મહિલાઓ પણ હવે સમાજની મૂળ ધારામાં ભળવા માંડી છે.
આ કારણોસર દેહવિક્રય કરતી મહિલાઓની સંખ્યા ઘટી રહી છે. આ તરફ, સજાતીય સંબધો ધરાવતાં પુરૂષો વધી રહ્યાં છે.
વર્ષ ૨૦૧૭-૧૮ માં ૨૧૪૭૬ સજાતીય સબંધો ધરાવતાં પુરષો હતાં. જયારે વર્ષ ૨૦૧૮-૧૯ માં આ સંખ્યા વધીને ૨૨૯૦૫ થઇ છે. સજાતીય સબંધો ધરાવતાં પુરૂષોને પણ જાતિય રોગો ન થાય તે માટે સ્વૈચ્છિક સંસ્થા ઉપરાંત રાજ્ય એઇડ્સ કંટ્રોલ સોસાયટી અથાગ પ્રયત્નો કરી રહી છે.
ઉલ્લેખનીય છેકે, રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગુજરાતના સજાતીય સબંધો ધરાવતાં લોકોના હક્ક માટે છેલ્લા કેટલાંય વર્ષોથી લડી રહ્યા છે.
વડોદરામાં તેમની સંસ્થા છેલ્લા કેટલાય વખતથી આ ક્ષેત્રમાં કાર્યરત છે જેમ વિજાતીય સેક્સ સંબધથી એઇડ્સ ફેલાય તેવી જ રીતે. સજાતિય સંબધોથી પણ એઇડ્સનો ચેપ લાગી શકે છે. આથી, સજાતિય શારીરિક સંબધ બાંધતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરવો હિતાવહ છે.