આનંદ મહિન્દ્રા થયા મજબૂર, 12 વર્ષમાં જ વેચવી પડી નુકશાની કરતી આ કંપનીને

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સાઉથ કોરિયન કંપની સાંગયોંગ મોટર આખરે વેચાઈ ગઈ. આનંદ મહિન્દ્રાનું એમએન્ડએમ ગ્રુપ મહિનાઓથી તેની રાહ જોઈ રહ્યું હતું. મહિન્દ્રા ગ્રુપ લાંબા સમયથી આ કંપનીને વેચવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ તેને કોઈ ખરીદદાર મળી શક્યા ન હતા. હવે આખરે દક્ષિણ કોરિયાની કેટલીક કંપનીઓનું ગઠબંધન તેને ખરીદવા સંમત થયું છે.

આ કેસ ઘણા મહિનાઓથી કોર્ટમાં ચાલી રહ્યો હતો. મહિન્દ્રા ગ્રુપને કોઈ ખરીદદારો ન મળતાં આ મામલો કોર્ટમાં ગયો હતો. હવે સ્થાનિક કંપનીઓનું ગઠબંધન 305 બિલિયનવોન (વોન) અથવા લગભગ 254.56 મિલિયન ડોલરમાં સાંગયાંગ મોટર ખરીદવા સંમત થયું છે. મહિન્દ્રાએ 12 વર્ષ પહેલા 2010માં કંપની હસ્તગત કરી હતી.

મહિન્દ્રા ગ્રુપ લાંબા સમયથી સાંસંગયાંગ મોટરમાં પૈસા રોકી રહ્યું હતું, પરંતુ તેને કોઈ યોગ્ય વળતર મળી શક્યું ન હતું. ત્યારબાદ મહિન્દ્રા ગ્રુપે એપ્રિલ 2020માં નિર્ણય કર્યો હતો કે હવે કંપનીમાં પૈસાનું રોકાણ કરવામાં આવશે નહીં. તે પછી જ મહિન્દ્રાએ ખરીદદારોની શોધ શરૂ કરી. 2020ના અંત પહેલાં જ, 100 બિલિયન વોનની લોનને કારણે સાંસંગયાંગ મોટરને નાદારીનો કેસ દાખલ કરવાની ફરજ પડી હતી.

બાદમાં કોરોના વાયરસને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો અને સંગયાંગ મોટરની સ્થિતિ વધુ વણસી હતી. કંપનીનું વેચાણ સતત ઘટ્યું હતું અને 2021માં માત્ર 84,000 યુનિટનું વેચાણ થયું હતું. તે એક વર્ષ પહેલાની તુલનામાં લગભગ 21 ટકા ઓછું હતું. 2021માં, તેણે પ્રથમ નવ મહિનામાં 238 બિલિયન વોનનું ઓપરેટિંગ નુકસાન પણ સહન કરવું પડ્યું હતું.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સંગયોંગ મોટર હસ્તગત કર્યા બાદ એસયુવી અને ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચના અપનાવી હતી, જે નિષ્ફળ ગઈ હતી. 70 વર્ષ જૂની આ કંપનીને 1988માં ડોંગ-એ મોટર પાસેથી સાંગયોંગ બિઝનેસ ગ્રુપે ખરીદી હતી. બાદમાં તેને દેવુ મોટર્સ અને એસએઆઈસી દ્વારા ખરીદવામાં આવ્યું હતું જેમની પાસેથી મહિન્દ્રાએ તે હસ્તગત કર્યું હતું. હવે આ દાયકાઓ જૂની કંપની ફરીથી નવા માલિક સુધી પહોંચી ગઈ છે.

 

Scroll to Top