હાલમાં જ્યારે ટ્રાફિક નિયમો ખુબજ કડક થઇ ગયાં છે ત્યારે અવાર નવાર પોલીસ અને સામાન્ય માણસ વચ્ચે ની ઝપાઝપી વિશે ની ઘણી હરકતો સામે આવતી હોય છે. ત્યારે આજે ચરોતર એટલેકે આણંદ મિલ્ક સીટી માંથી બીજી વખત એક એવો કિસ્સો સામે આવ્યો છે જયાં ટ્રાફિક પોલીસ અને સામાન્ય માણસ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ છે.વર્દીના રોફે ફરી ભાન ભુલ્યા હતાંઆણંદના ટ્રાફિક કોન્સ્ટેબલ ત્યારે જવાબમાં જાહેરમાંજ યુવાનોના હાથે માર ખાવો પડ્યો.જાણીએ તેને વિગતે.
આંકડા મુજબ સતત ત્રણ મહિનામાં બીજીવાર વાહનચાલકો સાથે ઝપાઝપી ટ્રાફીક પોલીસ પાસે ડોક્યુમેન્ટ ચેક કરવાનો અધિકાર છે કોઈને મારવાનો અધિકાર નથી. આણંદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિનોદકુમાર દ્વારા ત્રણ મહિનામાં આ બીજી બબાલ થઇ છે.થોડા દિવસો પહેલા બોરસદ ચોકડી પાસે ટ્રાવેલ્સની બસના ચાલક સાથે બબાલ થઇ હતી.
મામલો ફરીયાદ સુધી પહોંચ્યો હતો.દરમ્યાન ગઇકાલે રવિવારે ફરી એકવખત તેમણે યુવાનો સાથે સરાજાહેર બથ્થાંમબથ્થી કરી તેનો વિડીયો ચારેય બાજુ વાયરલ થઇ ગયો છે.જેમાં પ્રજાના સેવક વિનોદકુમાર એક યુવાનની ફેંટ પકડી તેની ઉપર રોફ જમાવતા સ્પષ્ટ દેખાઇ રહ્યા છે.જેથી તેઓ વિરુદ્ધ પણ કાર્યવાહી અંગે નોંધ કરવામાં આવી છે.
સમગ્ર ઘટના મેમોમાં સહી ન કરવા બાબતે મામલો ઉગ્ર બન્યો હતો. ટ્રાફિક પોલીસને કોઇને મારવાનો અધિકાર નથી. મેમોમાં યુવાનોએ સહી ન કરી તો કંઇ વાંધો નહી તેઓ ટ્રાફિકનો મોટો દંડ તેમના માથે ફટકારી શકત પરંતુ તેઓ રોફમાં ઉતર્યા હતા. વર્દીના રોફે તેમને ભાન ભુલાવ્યું અને રોડ વચ્ચે ગણેશ ચોકડી જેવા ધમધમતા વિસ્તારમાં તેમણે યુવાનની ફેંટ પકડી તેમને લલકાર્યા એટલે મામલો બિચકયો યુવાનોએ તેમને કશુ કર્યુ નથી. છતાંય તેમના વિરુદ્ધ ફરીયાદ થઇ.ખરેખર તો કોન્સ્ટેબલ વિનોદકુમાર દોષી છે. તેમના વિરુદ્ધ ફરીયાદ થવી જાઇએ.કારણ જે વિડીયો વાયરલ થયો છે.તેમાં ઝઘડાની શરુઆત વિનોદકુમાર સ્પષ્ટ દેખાઇ આવે છે. એટલે પોલીસ અધિકારીઓએ આ મામલે બરાબર તપાસ કરી પગલાં ભરવા જાઇએ.
કોન્સ્ટેબલ પર હુમલો કરવા પર પાંચેય યુવાનો સામે ગુનો દાખલ યુવાનોએ કોન્સ્ટેબલ વિનોદકુમારની ફેંટ પકડી લીધી હતી. અને ગળુ પકડી તેમની પર હુમલો કર્યો હતો. આ દરમ્યાન એક શખ્સે તેમને ડાબા હાથની આંગણી પર બચકુ ભરી લીધુ હતું.તથા તેમની આંખો પાસે નખોરીયા માર્યા હતા.એકદમ ચોકડી વિસ્તારમાં આ બનાવ બનતા તરત જ મોટુ ટોળુ એકત્ર થઇ ગયુ હતું.આ દરમ્યાન અન્ય પોલીસ જવાનો પણ આવી ગયા હતા.તેમણે મામલો થાળે પાડયો હતો.ઘટનાને પગલે શહેર પોલીસ મથકે પાંચ યુવાનો વિરુદ્ધ ઇપીકો કલમ 143,186 અને 332 મુજબ ગુનો દાખલ થયો છે.એક જોતા તો આ ગુનો જ ગણાય પરંતુ હવે તંત્ર ના નિયમોથી કંડાળેલી જનતા બીજું શું કરે એક બાજુ તંત્ર તેનું નિવારણ નથી લાવતી અને બીજી બાજુ ઘરની બહાર નિકાળતાનેજ નાકે નાકે મુસીબતો ઉભી હોય છે.