આણંદની છોકરીએ ચીનમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૧૯માં બે ગોલ્ડ મેડલ જીત્યા,બની સમગ્ર દેશ નું ગૌરવ જાણો વિગતે

આણંદ કે જેને સૌ મિલ્ક સિટી ના નામે ઓળખે છે.આણંદ જિલ્લા ના નાનકડા ગામ જીટોડીયા ની એક છોકરી કે જેઓ ના પિતા ભગવાન મહાદેવ ના મંદિર માં ભોળાનાથ ની સેવા પૂજા કરે છે.

નાનકડા પરિવાર ની આ છોકરી સમગ્ર દેશ નું નામ રોશન કર્યું છેતો આવો જાણીયે તેની સંપૂર્ણ કહાની લજ્જાએ સ્પોર્ટ રાયફલ થ્રી પોઝીસન વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

600 સ્કોરમાંથી સૌથી વધુ 586 સ્કોર મેળવી દેશનું નામ રોશન કર્યું છે. ગુજરાત પોલીસમાં હથિયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા આંતરરાષ્ટ્રીય ખેલાડી લજ્જા ગોસ્વામીએ ચીનનાં ચેંગડુમાં રમાઇ રહેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2019માં સોમવારે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

આ ઉપરાંત મંગળવારે ટીમ ઇન્ડિયાને પણ ગોલ્ડ મેડલ મળ્યો છે જેમાં પણ લજ્જાએ સારૂ પ્રદર્શન કર્યું હતું.હાલ ચાઈનામાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019 રમાઈ રહી છે. જેમાં સોમવારે લજ્જાએ .22 સ્પોર્ટ રાયફલ થ્રી પોઝીસન વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

600 સ્કોરમાંથી સૌથી વધુ 586 સ્કોર મેળવી દેશનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત ચાઈના ખાતે હાલ ચાલી રહેલ આ સ્પર્ધામાં ગુજરાત પોલીસની ટીમે વ્યક્તિગત સ્પર્ધામાં સીલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે.

આ ઉપરાંત મંગળવારે યોજાયેલ લેઇંગ પોઝીસન .22 રાયફલ શુટીંગ સ્પર્ધામાં ટીમ ઇન્ટિયાને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ ટીમમાં લજ્જા ગોસ્વામી સામેલ હતી. લજ્જા ગોસ્વામીએ 2017માં યુએસએમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીતીને વિશ્વભરની પોલીસમાં ગુજરાત પોલીસનું નામ ગુંજતું કર્યુ હતું.આ સાથે 2017માં કેરાલામાં યોજાયેલી ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા.

વર્ષ 2018માં ઇન્દોર ખાતે ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં ભાગ લઇ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ અને વર્ષ 2019માં કેરાલા ખાતે યોજાયેલ ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.

કોમનવેલ્થ ગેમમાં સને ૨૦૧૦માં મેડલ મેળવનાર આણંદની લજ્જા ગોસ્વામીને રાજ્ય સરકાર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સીધી જ નિમણૂંક આપતાં ઈતિહાસ રચાયો છે. કદાચ આ પહેલો કિસ્સો હશે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સીધી જ નિમણૂંક કરવામાં આવી હોય.

આણંદની શૂટર અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક સિદ્ધિ હાંસલ કરનાર લજ્જા ગોસ્વામીએ સને ૨૦૧૦માં કોમનવેલ્થ ગેમમાં મેડલ મેળવ્યો હતોતેની આ સિદ્ધિથી ગુજરાત રાજ્યનું અને આણંદનું નામ વિસ્તરે ઝળક્યું હતું. નાનપણથી જ પિતા તિલકભાઈ ગોસ્વામીના પગલે પોલીસ ખાતામાં સેવા આપવાનું સપનું સેવનાર લજ્જા ગોસ્વામીની આ સિદ્ધિ બદલ રાજ્ય સરકારે તેને પોલીસમાં સીધી ભરતી કરવાનો નિર્ણય જે તે સમયે લીધો હતો.આખરે તેને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સીધી નિમણૂંક આપવાનો નિર્ણય શુક્રવારના રોજ ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ અંગે લજ્જાના પિતા તિલકપુરીએ જણાવ્યું હતું કે ‘લજ્જાને નડિયાદ હેડક્વાર્ટરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

ગુજરાતના ઈતિહાસની આ પ્રથમ ઘટના છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ગૃહવિભાગે કોઈને સીધી જ નિમણૂંક આપી હોય. અત્યાર સુધીમાં કોઈની પણ સીધી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂંક થઈ નથી.’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ‘લજ્જાને નાનપણથી જ પોલીસમાં જવાનું સ્વપ્ન હતું. જે પૂર્ણ થયું છે. તેની આ નિમણૂંકથી પરિવારમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાઈ છે.

કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ કપ શૂટિંગ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા બની ગુજરાતનું નામ રોશન કરનારી આણંદની લજ્જા ગોસ્વામીને રાજ્ય સરકારે ગુજરાત પોલીસ દળમાં સ્પેશિયલ કેટેગરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક આપી છે.

સરકારે દોઢ વર્ષ અગાઉ કરેલી આ નિમણૂકને સ્વીકારી છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. કે. નંદાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પોલીસ દળમાં પ્રથમ વખત આ પ્રકારની નિમણૂક આપવામાં આવી છે.લજ્જાને હાલ પીઆઈની પોસ્ટ અપાઈ છે.

અને બાદમાં તેને ડીવાયએસપી તરીકે પ્રમોશન અપાશે. રાજ્યમાં શૂટિંગ સ્પર્ધા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસ ફોર્સમાં હોર્સ રાઇડિંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સને પ્રોત્સાહન મળે તે પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે.

ભરતીમાં પણ સ્પોર્ટ્સ ક્વોટામાં પ માક્ર્સ એક્સ્ટ્રા મળે છે. રાજ્યના પોલીસ વડા પી. સી. ઠાકુરે જણાવ્યું હતું કે, લજ્જા ગોસ્વામીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાથી પોલીસમાં સ્પોર્ટ્સની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top