બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે એ સ્ટાર કિડ્સમાંથી એક છે જે આજ સુધી સોશિયલ મીડિયા પર પોતાના આકરા નિવેદનોને કારણે ટ્રોલર્સના નિશાના હેઠળ આવતી રહી છે. એક ઈન્ટરવ્યુમાં અનન્યા પાંડેએ કહ્યું હતું કે સ્ટાર કિડ્સને પણ ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરવો પડે છે. જોકે, અનન્યા પાંડે આ નિવેદનને ભૂલીને જીવનમાં આગળ વધી અને પોતાની ઓળખ બનાવવાનું કામ કરવા લાગી. આજના સમયમાં અનન્યા પાંડેએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. તે એક પછી એક કરિયરની સીડી ચઢી રહી છે.
અભિનેત્રીએ જણાવ્યો કિસ્સો
ઘણા લોકો એવું વિચારે છે કે સ્ટાર કિડ્સને હંમેશા વસ્તુઓ સરળતાથી મળી જાય છે. તેમને કોઈપણ પ્રકારની ટીકાનો સામનો કરવો પડતો નથી. પરંતુ તમે ખોટા હોઈ શકો છો, કારણ કે અનન્યા પાંડેનું નવીનતમ નિવેદન એ હકીકત વિશે છે કે સ્ટાર કિડ્સને પણ ટીકાનો સામનો કરવો પડે છે. ‘ધ રણવીર શો’માં અનન્યા પાંડેએ જણાવ્યું હતું કે તેણે કરિયરની શરૂઆતના સમયમાં જ સેક્સિઝમનો સામનો કર્યો છે. મામલો એ હદે પહોંચી ગયો હતો કે અભિનેત્રીને સ્તન વધારવા માટે કહેવામાં આવ્યું હતું.
અનન્યા પાંડેએ કહ્યું, “લોકોએ મને ચહેરા, શરીર સાથે બૂબ્સ જોબ કરવાની સલાહ આપી હતી જે મારા માટે ખૂબ જ પીડાદાયક હતી. જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે આ વાતો લોકોના મોઢામાંથી નીકળી ગઈ. આ વાત આકસ્મિક રીતે કહેવામાં આવી હતી. સીધું કંઈ કહેવામાં આવ્યું ન હતું, પરંતુ હું બધું સમજી ગયી. તેઓ કહેતા હતા કે થોડું ભરો, તમારે વજન વધારવું પડશે. સૌથી ખરાબ વસ્તુ ત્યારે થાય છે જ્યારે તમે કોઈને તેના શરીર દ્વારા જજ કરો છો.”
ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેને કરણ જોહરે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી લૉન્ચ કરી હતી. તે ટાઇગર શ્રોફ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. અનન્યા પાંડેએ કહ્યું કે મને કોઈએ એવું વચન આપ્યું ન હતું કે તે મને કોઈ રોલ આપશે. હું હંમેશા એક્ટ્રેસ બનવા માંગતી હતી, પરંતુ મને એક્ટ્રેસ કેવી રીતે બનવું તે ખબર નહોતી. મેં વિચાર્યું ન હતું કે મારા માટે આ પ્રવાસ સરળ હશે. અનન્યા પાંડે ટૂંક સમયમાં વિજય દેવેરાકોંડા સાથે ‘લિગર’માં જોવા મળશે.