આંધ્રપ્રદેશ નેવી જાસૂસી કાંડમાં ગોધરાના વ્યક્તિની કરવામાં આવી ધરપકડ, પાકિસ્તાનની કરી રહ્યો હતો મદદ

વિશાખાપટ્ટનમના જાસૂસી કાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિશાખાપટ્ટનમના જાસૂસી કાંડમાં આંધ્ર પ્રદેશના ઇન્ટેલિજન્સ સેલના અધિકારીઓ દ્વારા ગોધરામાં દરોડા પાડવામાં આવ્યા હતા. . આંધ્ર પ્રદેશની ટીમ દ્વારા સ્થાનિક એસઓજી, એલસીબી સહિત સ્થાનિક પોલીસને સાથે રાખીને ગોધરાના પોલનબજાર, ચેતનદાસ પ્લોટ સહિતના વિવિધ 6 વિસ્તારોમાં રવિવારની રાત્રીના દરોડા પાડવામાં આવ્યા હતા.

આ તપાસ દરમિયાન પોલીસ દ્વારા ગોધરા બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં પાંચથી છ સ્થળો પર છાપો મારતા મોબાઈલ અને સીમકાર્ડ સાથે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેની પૂછપરછ કરી હતી. જેમા એક મહિલા પણ સામેલ હતી. આ પૂછપરછ દરમિયાન ગોધરાના મોહંમદી મહોલ્લામાં રહેનાર અલ્તાફ હુસેન ઘાંચીની ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, સુરક્ષાદળના જવાનોની જાસૂસી કરી ફસાવવા અને નોન બેન્કિંગ ફંડીગ હવાલા મોકલવા મુદ્દે ફરી એક વખત ગોધરાના વ્યક્તિની ભૂમિકા જોવા મળી છે. આંધ્રપ્રદેશ કાઉન્ટર ઇન્ટેલિજન્સ સેલ ટીમ દ્વારા નેવી ઓફીસરોની જાસૂસી કાંડ પ્રકરણમાં પંચમહાલ એસઓજી-એલસીબીએ ગોધરામાંથી કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.

રવિવારની રાત્રે પોલીસ દ્વારા ગોધરા બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં પાંચ થી છ સ્થળો પર છાપા મારવામાંની સાથે મોબાઈલ અને સીમકાર્ડ સાથે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન ગોધરાના મોહંમદી મહોલ્લામાં રહેનાર અલ્તાફ હુસેન ઘાંચીની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે અલ્તાફ હુસેન હારૂન ઘાંચીભાઈ વેલ્ડીંગ કામના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ભારતના સુરક્ષા દળના નેવીના જવાનોને ફસાવવા જાસુસી કરવા સિવાય હની ટ્રેપ અને નોન બેન્કિંગ હવાલાથી ભંડોળ મોકલવાની ભૂમિકા મુદ્દે અલ્તાફની ધરપકડ કરવામાં આવી છે. અલ્તાફે ભારતમાંથી સિમ કાર્ડ ખરીદયા બાદ વ્હોટ્સએપ એકાઉન્ટ બનાવી ભારત દેશ વિરોધી કામ કરનાર પાકિસ્તાનના તત્વોને પણ ઓટીપી મોકલ્યા હતા. ઓટીપી થકી બનાવેલા વ્હોટ્સએપ એકાઉન્ટની મદદથી કથિત દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાના મુદ્દે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગયા વર્ષે પણ એનઆઈએ દ્વારા વિશાખાપટ્ટનમ જાસૂસી કાંડમાં ગોધરાના ઇમરાન ગીતેલી અને તેના ભાઈ અનસ ગીતેલીની ધરપકડ કરવામાં આવી હતી.

Scroll to Top