આન્દ્રે રસેલે પ્રેક્ટિસ સેશનમાં જ નીકાળ્યો હારનો ગુસ્સો? ખુરશી પણ તૂટી ગઇ- Video

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ તેની બેટિંગ અને લાંબા શોટ રમવા માટે જાણીતો છે. વેસ્ટ ઈન્ડિઝનો રસેલ પોતાની દમદાર બોડીના જોરે મોટી સિક્સર મારવા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આઈપીએલની આ સિઝનમાં પણ રસેલે મસલ્સની તાકાત પર ઘણા મોટા શોટ રમ્યા છે. કોલકાતાએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રસેલના નેટ સેશનનો એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં રસેલ કેટલાક એવા પાવરફુલ શોટ્સ રમતા જોવા મળી રહ્યા છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

રસેલે ખુરશી ઉડાવી
કોલકાતા હવે ગુરુવારે દિલ્હી કેપિટલ્સ (DC) સામે ટકરાશે. આ પહેલા રસેલ ખૂબ પરસેવો પાડી રહ્યો છે. KKR માટે આ મેચમાં જીત મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. KKR આ સિઝનમાં સતત હારનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસેલ ખુરશી તોડતો જોઈ શકાય છે અને જોરદાર શોટને કારણે તે તૂટી ગઇ છે. તેના શોટમાં એટલી શક્તિ હતી કે ખુરશીમાં મોટું કાણું પડી ગયું હતું. વીડિયો શેર કરતાં કોલકાતાએ કેપ્શન લખ્યું, ‘રસેલની અસર માટે બસ અંત સુધી રાહ જુઓ.’

આન્દ્રે રસેલ પોતાના બેટથી ટીમને આગળ ધપાવવા માટે જાણીતો છે. રસેલ આ સિઝનમાં પણ આવું જ કંઈક કરી રહ્યો છે. રસેલે IPL 2022માં અત્યાર સુધી 7 ઇનિંગ્સમાં 227 રન બનાવ્યા છે. તેણે આ રન 180.15ના સ્ટ્રાઈક રેટ અને 45.40ની એવરેજથી બનાવ્યા છે. તેના IPL કરિયરની વાત કરીએ તો તેણે કુલ 92 મેચ રમી છે. આ મેચોમાં તેણે 178.76ની સ્ટ્રાઈક રેટથી 1927 રન બનાવ્યા છે. રસેલે આઈપીએલમાં 10 અડધી સદી પણ ફટકારી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અત્યાર સુધી 8 માંથી 5 મેચ હારી છે અને ત્રણ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. ટીમની આગામી મેચ 28 એપ્રિલે રમાશે જે દિલ્હી કેપિટલ્સ સામે રમાશે અને તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. KKRને તેની છેલ્લી ચાર મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે, તેથી આ મેચ ટીમ માટે ઘણી મહત્વની બની રહી છે.

Scroll to Top