દેવાદાર અનીલ અંબાણીએ તેની વધું એક કંપની વેચી મારી, 2021માં કુલ 3 કંપનીઓ વેચી…

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

રીલાયન્સે જ્યારે ટેલીકોમ સેક્ટરમાં પગ મુક્યો ત્યારે અનીલ અંબાણીનો ડંકો વાગતો હતો. અને દેશના સૌથ અમીર માણસોમાં તેનું નામ હતું. પરંતુ હાલમાં અનિલ અંબાણી મોટા પ્રમાણમાં દેવાદાર બની ગયો છે. સાથેજ તે એક એક કરીને તેની મીલકતો વેચી રહ્યો છે. તાજેતરમાંજ તેણે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ટચરને પણ વેચી કાઢી છે. તેમ છતા તેના પર હજું કરોડો રૂપિયાનું દેવું છે.

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને યસ બેન્કે 1200 કરોડમાં ખરીદી લીધી છે. યશ બેંક પાસેથી અનિલ અંબાણીએ મોટા પ્રમાણમાં રકમ લીધી હતી. જે મામલે કંપનીએ એવું નીવેદન આપ્યું હતું કે રિલાયન્સ સેન્ટરના વેચાણથી જે પણ પૈસા આવશે. તે રૂપિયા યસ બેંકને આપીન તેનું દેવું ચૂકતે કરવામાં આવશે.
એક એક કરીને અનીલ અંબાણી તેની કંપનીઓ વેચી રહ્યો છે.

આ વર્ષે તેણે પોતાની કુલ 3 કંપનીઓ વેચી હતી. યશ બેંકનું દેવું પણ નાનું મોટું નહી પરંતુ 4 હજાર કરોડનું દેવું હતું. જેમા હાલ અનીલ અંબાણીનો ટાર્ગેટ છે. તેનું દેવું અડધું કરવાનો. કંપની 2021 સુધીમાં દેવામુક્ચ બનવા માગે છે. જે માટે કંપની દ્વારા પણ શક્ય તેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરનું વેચાણ થયું હોવા છતા પણ તેના રોકાણકારો તો માલામાલ થયા છે. કારણકે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરના શેર 9 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જેથી રોકાણકારોને મોટાપ્રમાણમાં ફાયદો થયો હતો.

2018માં મોટાભાઈ મુકેશ અંબાણીએ અનીલ અંબાણીની મદદ કરી હતી. જેમા તેમણે રિલાયન્સ કોમ્યુનિકેશનનો વાયરલેસ બિઝનેસ ખરીદી લીધો. જેમા 43 હજાર જેટલા ટાવર હતા. સાથેજ તે ટાવરમાં ફાયબર નેટવર્ક પણ સામેલ હતું. જોકે આ ડીલને કારણે મુકેશ અંબાણીએ જીયોનું નેટવર્ક મજબૂત કરવામાં સફળતા મળી હતી.

પરંતુ થોડોક સમય રહીને તેમણે આ ટાવર 25 હજાર કરોડ કરતા વધુંની કિંમતે વેચી કાઢ્યા હતા. દેવું ચુકવવા માટે અનીલ અંબાણીએ મુંબઈનો પાવર બિઝનેસ ગૌતમ અદાણીને વેચ્યો હતો. જોકે હવે તે તેનું દેવું ચુકવવા માટે દિલ્હીનો પાવર બિઝનેસ પણ વેચવા માગે છે.

ઉલ્લેખનિય છે કે રિલાયન્સ તેની 5 પેટા કંપનીઓની હિસ્સેદારી વેચવાની યોજના બનાવી રહી છે. કારણકે અનીલ અંબાણીનું દેવું જલ્દીથી ભરપાઈ થાય. સાથેજ કંપની દ્વારા એવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. કે આ વર્ષે કંપનીને દેવા મુક્ત બનાવામાં આવે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો MotionToday Gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here