અનિલ અને ટીના અંબાણીના દીકરા અનમોલે ગર્લફ્રેન્ડ ક્રિશા શાહે કરી સગાઈ

બિઝનેસમેન અનિલ અંબાણી અને પત્ની ટીના અંબાણીના મોટા દીકરા જય અનમોલ અંબાણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બિઝનેસમેન અનિલ અંબાણી અને પત્ની ટીના અંબાણીના મોટા દીકરા જય અનમોલ અંબાણીએ ગર્લફ્રેન્ડ ક્રિશા શાહ સાથે સગાઈ કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. જય અનમોલના સારા મિત્ર અને અભિનેતા અરમાન જૈને બંનેની સગાઈની તસ્વીર શેર કરીને અભિનંદન પાઠવ્યા બાદ તે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. અનમોલ અંબાણી અને ક્રિષ્ના શાહે 12 મી નવેમ્બરના સગાઈ કરી હતી. જેમા માત્ર પરિવારના સભ્યોની હાજરી રહી હતી.

અરમાન જૈન દ્વારા અનમોલ અને ક્રિશાની જે તસવીર શેર કરવામાં આવી છે તેમાં બંને રિંગ ફ્લોન્ટ કરતા દેખાઈ રહ્યા છે. અરમાન જૈન, કે જે કરીના કપૂરના ફોઈનો દીકરો છે તેણે તસ્વીર શેર કરતા લખ્યું છે કે, ‘અભિનંદન @KYZAAA12 અને ક્રિશા. તમને બંનેને ખૂબ પ્રેમ’. તેની સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ દર્શાવ્યું છે. તસ્વીરમાં અનમોલ અને ક્રિષ્ના એકદમ સાદા કપડામાં દેખાઈ રહ્યા છે. ક્રિશાએ સ્કાય બ્લૂ કલરનો શોર્ટ ડ્રેસ પહેરલ છે જ્યારે અનમોલ ડેનિમ અને શર્ટમાં જોવા મળી રહ્યો છે. આ સગાઈ બાદ અંબાણી પરિવારના નાના દીકરા અનિલ અંબાણી દ્વારા કોઈ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.

જ્યારે ટીના અંબાણીએ 2019 માં ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. ત્રણ દિવસ અગાઉ અનમોલના જન્મદિવસ પર તેમણે બર્થ ડે બોય તેમજ પરિવાર સાથેની તસ્વીરો શેર કરી હતી. તેની સાથે વિશ કરતા જણાવ્યું છે કે ‘તું અમારા જીવનમાં નવો હેતુ લઈને આવ્યો અને અમને બિનશરતી પ્રેમનો અર્થ સમજાવ્યો છે. તું રોજ અમારા જીવનને પ્રકાશિત કરે છે અને અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ. પર્સનલ અને પ્રોફેશનલ એમ બંને રીતે આગળનું વર્ષ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ તમારા માટે બને. હેપ્પી માઈસ્ટોન બર્થ ડે સન, તારા પર ગર્વ છે’. તેની સાથે અનિલ અંબાણી અને ટીના અંબાણીએ ફેબ્રુઆરી 1991 માં લગ્ન કર્યા હતા. તે જય અનમોલ અને જય અંશુલ નામના બે દીકરાના માતા-પિતા રહેલા છે.

Scroll to Top