આ ધનતેરસ તમે આ ખાસ ઉપાય કરવાથી તામર ધન માં આપોઆપ વધારો જોવા મળે છે. ધન, સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિકારક યોગ, 7 નવેમ્બરે આસો વદ અમાસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.
આ વર્ષે દિવાળીએ ગ્રહોની વિશેષ સ્થિતિને કારણે સાત વર્ષ પછી એવો સંયોગ બની રહ્યો છે જે ધન, સમૃદ્ધિ અને સુખમાં વૃદ્ધિ કરશે. ખૂબ શુભ છે આ દિવાળી,આ વર્ષે રાશિ ચક્રની સાતમી રાશિ તુલામાં 7 વર્ષ પછી ત્રણ ગ્રહ સૂર્ય, શુક્ર અને ચંદ્ર એકસાથે મોજૂદ હશે.
દિવાળી પણ સાતમી તારીખે આવી રહી છે. અંક જ્યોતિષ અનુસાર આ સંયોગ મૂળાંક 7 માટે ખૂબ જ શુભ પુરવાર થશે. જે લોકોનો જન્મ 7 તારીખે થયો છે તેમના માટે આ દિવાળી ખૂબ જ શુભ છે. આ કારણે બની રહ્યો છે લક્ષ્મી યોગ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિનો સ્વામી શુક્ર છે જે સુખ, સમૃદ્ધ અને વૈભવ આપનારો ગ્રહ છે.
આ સાથે ચંદ્ર અને સૂર્ય મોજૂદ હોવાથી લક્ષ્મી યોગ બની રહ્યો છે જે ખૂબ જ દુર્લભ યોગ છે. આ વર્ષે તુલા રાશિમાં આવો યોગ બની રહ્યો છે. આ ક્ષેત્રે લાભ,આ યોગ પાર્ટનરશિપ, દાંપત્ય સુખ, વિદેશથી લાભનો કારક છે. ધન સંચય અને સંપત્તિનો કારક પણ શુક્ર જ છે. આથી આ ત્રણ ગ્રહોનો સંયોગ ભૌતિક સમૃદ્ધિ પ્રદાન કરનાર પુરવાર થાય છે. આ યોગ સ્વાસ્થ્ય વૃદ્ધિ કારક પુરવાર થશે.
આ વર્ષે સારા મુહૂર્તમાં લક્ષ્મીજીની પૂજા કરવાથી આરોગ્ય સુખની પ્રાપ્તિ સાથે ભૌતિક અને માનસિક સુખ પણ પ્રાપ્ત થશે. દિવાળી શુભ મુહૂર્ત અમૃત યોગ, દિવાળીના દિવસે અમૃત કાળ સવારે 10:54 થી 12:29 સુધી હશે.
આ સમયે વેપાર તથા ધન વૃદ્ધિ માટે કરેલુ કોઈપણ કામ સફળ થશે. જો તમે ધનતેરસે વાહન અથવા તો કોઈ મનપસંદ કિંમતી ચીજની ખરીદી ન કરી શકો તો આ સમય દરમિયાન ખરીદી કરવી ફાયદાકારક રહેશે. અને તમારા ધનમાં ઘટાડાની સાથે સામે વધારો પણ થશે.