કોલકાતાની મહિલા એન્કરને ઈવેન્ટ માટે પટના બોલાવી હોટેલના રૂમમાં સામૂહિત દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. જેમાં બે આરોપી દ્વારા હોટેલની ઈવેન્ટ માટે 40 હજાર રૂપિયાની ઓફર આપીને મહિલાને પટના બોલાવવામાં આવી હતી. પટના આવવાની સાથે જ બે આરોપીઓ તેને હોટેલમાં લઈને ગયા હતા.
જ્યારે તેની સાથે સામૂહિક દુષ્કર્મ પણ આચર્યું હતું. દુષ્કર્મ બાદ આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મહિલાની ફરિયાદ બાદ બંને આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
જ્યારે બિહારના મુઝફ્ફરનગરમાં રહેનાર હર્ષ અને વિક્રાંત કેજરીવાલ પટનામાં એન્ટરટેઈનમેન્ટ કંપનીને ચલાવે છે. તેઓએ કોલકાતામાં રહેનારી મહિલા એન્કરને હોટેલની ઈવેન્ટ માટે સંપર્ક કરેલ હતો અને આ કામ માટે 40 હજાર રૂપિયા આપશે તેમ કહ્યું હતું.
ત્યાર બાદ મહિલા દ્વારા હા પાડતા તેમને ગુગલ પે દ્વારા મહિલાના ખાતામાં ટ્રેન ટિકિટ માટેનાં 2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મહિલા એન્કર પટના પહોંચતાની સાથે બંને જણાએ મહિલા એન્કરને એક જાણીતી હોટેલમાં સ્ટે આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ રાત્રી દરમિયાન 1 વાગ્યે બંને આરોપીઓ મહિલા એન્કરના રૂમ પર આવી ગયા હતા અને પેમેન્ટ આપવાનું કહી રૂમ ખોલાવ્યો હતો. ત્યાર બાદ મહિલા એન્કરે બંનેને રૂમમાં પ્રવેશ આપ્યો હતો. પરંતુ પ્રવેશ આપવાની સાથે જ બંને આરોપીઓએ પોતાના ઈરાદા દેખાડી દીધા હતા.
એક આરોપી દ્વારા રૂમનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો તો અન્ય આરોપીએ તેની સાથે જબરદસ્તી કરવાનું શરૂ કરી નાખ્યું હતું. જ્યારે મોબાઈલથી જોર જોરથી ગીત વગાડવાના શરૂ કરી નાખ્યું હતું. અંદાજના 3 વાગ્યા સુધી બંને આરોપીઓ દ્વારા મહિલા એન્કર પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી મોઢું બંધ રાખવા માટે જણાવ્યું હતું.
તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ બંને આરોપીઓએ મહિલા એન્કરને ટ્રેનમાં બેસાડીને રવાના કરી દીધી હતી. તેને 40 હજાર રૂપિયા પણ આપ્યા હતા. જ્યારે ધમકી પણ આપી કે, જો આ વાત કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશું. જ્યાં સુધી ટ્રેન ન ઉપડી ત્યાં સુધી આરોપી તેની સાથે જ રહેલા હતા. તેમ છતાં, મહિલાએ કોલકાતા પહોંચીને આ વાતની જાણ પોતાના પતિને કરી દીધી હતી. ત્યાર બાદ આ બાબતમાં મહિલા એન્કરે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી.
આ બાબતમાં કેસ ટ્રાન્સફર થતા પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે જણાવ્યું છે કે, ફરિયાદના મુજબ બંને આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. અત્યારે બંનેના મોબાઈલ બંધ છે અને આ બાબતમાં કોર્ટમાં ધરપકડ વોરંટ પણ લઈ લેવામાં આવ્યા છે. જો ધરપકડ નહીં થાય તો બંનેની સંપત્તિ જપ્ત કરાશે.