કોરોના વાયરસ મહામારીને કારણે દેશના તમામ ઉદ્યોગો પ્રભાવિત થયા છે. સુક્ષમ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) ક્ષેત્રે પણ ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં, હવે એમએસએમઇ ક્ષેત્રને થતા નુકસાનને પહોંચી વળવા માટે વર્લ્ડ બેંકે સહાય માટે હાથ લંબાવ્યો છે. એમએસએમઇ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે, વિશ્વ બેંકે ભારત સરકાર દ્વારા કરવામાં આવતી પહેલને સમર્થન (ટેકો) આપવા માટે 50 કરોડ ડૉલર (500 મિલિયન ડૉલર) ની સહાયની જાહેરાત કરી છે.
5,55,000 એમએસએમઇની કામગીરીમાં સુધારણાની અપેક્ષા
આ કાર્યક્રમ હેઠળ 5,55,000 એમએસએમઇની કામગીરીમાં સુધારણા કરે તેવી અપેક્ષા છે. સાથે સરકારના 3.4 અબજ ડોલરના એમએસએમઇ પ્રતિસ્પર્ધાત્મકતા – પોસ્ટ કોવિડ રેઝિલેંસ એન્ડ રીકવરી પ્રોગ્રામ ‘(MCRRP) ના ભાગ રૂપે 15.5 અબજ ડોલર એકત્ર કરવાની પણ અપેક્ષા છે.
The World Bank has approved a $500 million program to support the Government of India’s nationwide initiative to revitalize the MSME sector pic.twitter.com/ei6FpKeuYu
— ANI (@ANI) June 7, 2021
જીડીપીમાં MSME ક્ષેત્રનો 30 ટકા ફાળો
MSME ક્ષેત્ર એ ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. આ ક્ષેત્રના ભારતના સફળ ઘરેલુ ઉત્પાદ (જીડીપી) માં 30 ટકા અને તેના નિકાસના ચાર ટકા ક્ષેત્રમાં ફાળો છે. ભારતમાં અંદાજે 580 લાખ એમએસએમઇમાં 40 ટકાથી વધુ નાણાકીય સ્રોત સુધી પહોંચ નથી.
રિઝર્વ બેંક પણ કરી રહી છે તમામ પ્રયાસ
જાણ હોય કે નાણાંકીય નીતિ સમિતિની બેઠકમાં લીધેલા નિર્ણયોની ઘોષણા કરતી વખતે ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે એમએસએમઇને ટેકો આપવા માટે રિઝર્વ બેંક સિડબી ને 16000 કરોડ રૂપિયાની એક વિશેષ અને વધારાની રોકડ સુવિધા આપશે. આ પહેલા પણ આવી સુવિધા આપવામાં આવી હતી. પહેલા આ હેઠળ 25 કરોડ રૂપિયાની ઉધારની સુવિધા હતી, જે વધારીને 50 કરોડ કરવામાં આવી છે. ચાર ટકાના વ્યાજ પર આપવામાં આવેલી આ સુવિધાનો લાભ યોજનાની શરૂઆતથી એક વર્ષ સુધી લઇ શકાશે. આરબીઆઈએ કહ્યું કે ભવિષ્યમાં અર્થતંત્ર અને ઉદ્યોગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યોજનાની અવધિ વધારી શકાય છે.