અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ કાશ્મીરમાં એક બાદ એક આંતકવાદીઓના એન્કાઉન્ટર ચાલુ છે જેમાં આજે એક મોટી સફળતા મળી છે તો જાણો
ભારતમાં વર્ષ 2019માં સૌથી ઘાતક હુમલો તારીખ 14 ફેબ્રુઆરીના રોજ પુલવામાં ખાતે થયો હતો જેમાં આપણા દેશના 40 કરતા વધુ સૈનિકો શહીદ થયા હતા
આ સૈનિકોની ટુકડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ રહી હતી ત્યારે વિસ્ફોટક થી ભરેલી એક કાર આવીને સૈનિકોની બસ સાથે અથડાઇ હતી જેથી વધુ સૈનિકો શહિદ થયા હતા ત્યારબાદ આપણા દેશની વાયુસેનાએ એરસ્ટ્રાયક કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો અને અંદાજે 300 આતંકીઓનો ખાત્મો કર્યો હતો ત્યારે કાશ્મીરમાં રહેલ અમુક આંતકવાદીઓ બાકી પણ રહ્યા હતા
ત્યારે આજે આ સફળતા મળી હતી જેમાં શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાબળોએ એક મોટી સફળતા પ્રાપ્ત કરતા મંગળવારના રોજ પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ સહિત બે ખૂંખાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફ પર આતંકી હુમલાના ષડયંત્રમાં સામેલ ફયાઝ પંજૂને સુરક્ષાબળોએ ઠાર માર્યો છે. આ કાર્યવાહીમાં તેનો અન્ય એક સાથી શાનૂ શોકત પણ ઠાર મરાયો છે. ફયાઝ પંજૂ જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અનંતનાગના બિઝબહેડામાં ઈનપુટ મળ્યા બાદ એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું કે જેમાં પંજૂ અને તેના એક સાથીને ઠાર મારવામાં આવ્યો. પંજૂ પુલવામાના આતંકી હુમલામાં સામેલ હતો કે જેમાં 40 સીઆરપીએફ જવાન શહીદ થઈ ગયા હતા.
આ સિવાય આ વર્ષે 12 જૂનના રોજ અનંતનાગમાં સીઆરપીએફ પર આતંકી હુમલો થયો તેમાં પણ તે સામેલ હતો કે જેમાં 5 જવાનો શહીદ થયજમ્મુ-કાશ્મીરના પોલીસ ઓફિસર્સના જણાવ્યા અનુસાર સુરક્ષાબળોને રાજ્યના અનંતનાગ જિલ્લામાં જૈશના બે આતંકીઓ છુપાયા છે તેની સૂચના મળી હતી. ત્યારબાદ ત્યાં મોટું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. અને બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા.