હરિયાણા વિધાનસભામાં (Anti-Conversion Bill) ધર્માંતરણ વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું છે. વિધાનસભામાં મતદાન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ વોકઆઉટ કર્યું હતું. આ બિલ હેઠળ બળજબરીથી ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કરનારને 10 વર્ષની જેલ થઈ શકે છે. હરિયાણા કેબિનેટે પહેલાથી જ પ્રિવેન્શન ઓફ કન્વર્ઝન બિલ 2022ને મંજૂરી આપી દીધી છે.
ગૃહમંત્રી અનિલ વિજે બિલ વિશે શું કહ્યું?
જણાવી દઈએ કે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે આ બિલ વિશે અગાઉ કહ્યું હતું કે ભારતના બંધારણની કલમ 25, 26, 27 અને 28 હેઠળ દરેકને ધર્મની સ્વતંત્રતાનો અધિકાર છે. લોકોને કોઈપણ ધર્મ પસંદ કરવાનો અધિકાર અને સ્વતંત્રતા છે. આમ છતાં બળજબરીથી ધર્મ પરિવર્તનના મામલા સામે આવ્યા છે અને તેને જોતા હરિયાણા સરકારે આ કાયદો લાવી છે.
ધર્માંતરણ વિરોધી બિલના કારણો
હરિયાણામાં ધર્મ પરિવર્તન રોકવા માટે હરિયાણા ધર્માંતરણ નિવારણ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલમાં ખોટા નિવેદનો કરવા, ખોટો પ્રભાવ, બળજબરી, લાલચ અથવા કોઈપણ પ્રકારના લગ્ન હવે ગુનો ગણાશે. આ બિલથી લોકોને ધાર્મિક સ્વતંત્રતા મળશે. તેનો એકમાત્ર હેતુ ભારતમાં બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોને જાળવી રાખવાનો રહેશે.
વિરોધ પક્ષોએ બિલનો વિરોધ કર્યો હતો
હરિયાણામાં (Anti-Conversion Bill) ધર્માંતરણ નિવારણ બિલનો વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો છે. તેમણે સરકાર પર વિવિધ સમુદાયોમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો. મંગળવારે વિધાનસભામાં ધર્માંતરણ નિવારણ બિલ પસાર થતાં જ કોંગ્રેસના નેતાઓએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું.