અનુજ કપાડિયાની નકલ કરતા આ શું કરી દીધું અનુપમાએ? સેટ પરથી વીડિયો લીક

અનુજ કપાડિયા અને અનુપમાની જોડી ચાહકોને પસંદ છે. પરંતુ એક વીડિયોમાં સામે આવ્યું છે કે આ બંને સ્ટાર્સ કેમેરાની પાછળ એક સાથે શું કરે છે. આ વીડિયો અનુપમાના સેટનો છે, જેને રૂપાલી ગાંગુલીએ શેર કર્યો છે.

અનુજ કપાડિયાની નકલ કરી

આ વીડિયોમાં અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી સેટ પર મસ્તી કરતી જોવા મળે છે. વીડિયોમાં રૂપાલી ગાંગુલી કહી રહી છે- ‘અનુજ કપાડિયાની વૉક જુઓ.’ આ પછી રૂપાલી અનુજ કપાડિયાની જેમ ચાલવાનું અનુકરણ કરે છે. જેને જોઈને અનુજ કહે છે- ‘એવું ચાલી રહ્યું છે જાણે કોઈ રેમ્પ પર વોક કરી રહ્યું હોય.’ જવાબમાં રૂપાલી કહે છે- ‘હા, પણ તું આમ જ ચાલે છે.’

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

બંને એકસાથે દેખાયા ખુશ

વીડિયોમાં અનુજ કપાડિયા અને અનુપમા એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. અનુપમાએ વાદળી સાડી પહેરી છે જ્યારે અનુજે લાઈટ રંગનો કુર્તો પહેર્યો છે.

આ વીડિયોને પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કરતા રૂપાલી ગાંગુલીએ કેપ્શન લખ્યું છે. કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું- ‘વોક કરો બાત નહીં… યે તો વોક થા વોક હૈ. અનુપમા દ્વારા અનુજ કપાડિયા વોક.’

જાણો અનુપમામાં શું ચાલી રહ્યું છે

આવનારા એપિસોડ્સમાં તમે જોશો કે અનુપમા શાહ હાઉસમાં આવતાની સાથે જ વનરાજ પોતાના તેવર બતાવશે. વનરાજ અનુજની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકશે. વનરાજ દાવો કરશે કે અનુજ શાહ હાઉસમાં અનુપમાને મળી શકશે નહીં. જે બાદ વનરાજ અને અનુપમા વચ્ચે જોરદાર ચર્ચા થશે. બીજી બાજુ, કાવ્યા પણ અનુપમાના આવવાથી ચિડાઈ જશે. કાવ્યા વનરાજને ગમેતેમ બોલશે. વનરાજે લાખ ના પાડ્યા પછી પણ અનુજ શાહ હાઉસ પહોંચશે. અહીં અનુજ અનુપમા સાથે શિવરાત્રિની પૂજા કરશે. અનુજ અને અનુપમાનો પ્રેમ જોઈને વનરાજને ખૂબ જ મરચું લાગશે.

 

Scroll to Top