આંકલાવ APMC ના તમામ 14 ડિરેકટરો બિનહરીફ કોંગ્રેસ પ્રેરિત પેનલ સતત ચોથી વખત બિનહરીફ જીતી.
આંકલાવની એપીએમસીમાં અમિત ચાવડા નો દબદબો હજુ પણ યથાવત આકલાવ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી આકલાવની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત 14 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાતા કોંગ્રેસમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છેલ્લા ચાર ટર્મથી આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસ પેરીત પેનલનો કબજો રહ્યો છે જેમાં તમામે તમામ ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
આંકલાવના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જેવો પોતે આ ચૂંટણીની અંદર મેદાનમાં હતા ત્યાંઆંકલાવ એપીએમસીની ચૂંટણીમાં તમામ કોંગ્રેસ પેરીત ઉમેદવારો બિનહરીફ થયા છે.
વ્યવસ્થાપક કમિટીના સભ્યોને ચૂંટી કાઢવા માટે કુલ પંદર ફોર્મ ભરાયા હતા તેમાંથી એક ઉમેદવારે પોતાના ફોર્મ પરત ખેંચી લેતા સૌ સભ્યોને આખે આખી બોડી બિનહરીફ ચૂંટાયેલી જાહેર કરવામાં આવી છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આંકલાવની સામાન્ય ચૂંટણી માટે કુલ પંદર ફોર્મ ભરાયા હતા તેમાંથી આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે એક ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેચી લેતા બજાર સમિતિને સૌ સભ્યોની આખી આખી બોડી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાઇ હતી તેમા ખેડૂત વિભાગના કુલ આઠ ફોર્મ તેમજ સહકારી ખરીદ વેચાણ મત વિભાગના કુલ બે જ્યારે વેપારી મત વિભાગના ભરાયેલા કુલ પાંચ ઉમેદવારે પત્રોમાંથી કનુભાઇ દીપસગરાજ પોતાની ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતાં બજાર સમિતિના કુલ સૌ સભ્યો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.
ખેડૂત મત વિભાગ
- સોલંકી નગીનભાઇ ચંદુભાઇ મોટી સંખ્યાડ.
- પઢિયાર ગોપાલભાઈ મણીભાઈ બામણગામ.
- ઠાકોર ઇશ્વરભાઇ શનાભાઇ નવાખલ.
- પરમાર દિલીપસિંહ લાલસિંહ નું ભેટાસી.
- પઢિયાર મનુભાઇ ભુપતભાઇ કહાનવાડી.
- સોલંકી પ્રતાપસિંહ રામસિંહ ખડોલ હ.
- પઢિયાર મનુભાઇ મેલાભાઇ આસોદર.
- પટેલ દિલીપભાઇ ઠાકોર ભાઇ.
વેપારી વિભાગ
- મહિડા ભગવાનસિહ રાયસિહ ઉમેટા.
- રાજ જાવેદખાન માનસિંગઆંકલાવ.
- પઢિયાર મહેન્દ્રભાઇ હિંમતભાઇ ખડોલ ઉ.
- પઢિયાર જયંતીભાઇ સકરાભાઇ આસોદર.
સહકારી ખરીદ વેચાણ મત વિભાગ
- ચાવડા અમિતભાઇ અજીતભાઇ.
- પઢિયાર મનુભાઇ પૂનમભાઇ.
અમિત ચાવડા ના કાર્યકરો પુર જોસ માં છે અને તેટલે જ તે કહે છે તાકાત છે મારા બાવળા માં વિશ્વાસ છે અમિત ચાવડા માં.