હવે ઘરે બેઠા મિનિટોમાં ટ્રાન્સફર કરો PF ના પૈસા, અપનાવો આ સરળ રીત

તમે તમારા PF ના પૈસા ઘરે બેઠા એક જ મિનટમાં એક જગ્યાએ થી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો. જો કે, તેના માટે સૌથી પહેલા ખાતાધારકે પોતાનું યુએન ચાલુ કરવું પડશે. આ સિવાય ખાતાધારકનો બેંક ખાતા નંબર, આધાર નંબર અને અન્ય તમામ વિગતો સાચી અને યોગ્ય હોવી જોઈએ.

EPFO એ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તમે કેવી રીતે PF ના પૈસા ઑનલાઇન ટ્રાન્સફર કરી શકો છો? ટ્વિટમાં એક ફોટો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમને પૈસા ટ્રાન્સફર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવવામાં આવી છે. જો તમે હાલમાં જ તમારી નોકરી બદલી છે અથવા જો તમે તમારા પીએફ ના પૈસા બીજે ક્યાંક ટ્રાન્સફર કરવા માંગો છો, તો તે હવે ખૂબ જ સરળ છે.

આ રીતે કરો ઑનલાઇન ટ્રાન્સફર

સૌ પ્રથમ, તમારે યુનિફાઇડ મેમ્બર પોર્ટલ (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface) ની મુલાકાત લેવી પડશે. પછી તમારા યુએએન (UAN) સાથે તેને લોગ ઈન કરો.

  • ઑનલાઇન સેવા માટે વન મેમ્બર સભ્યએ વન ઇપીએફ પર ક્લિક કરવું પડશે.
  • હવે તમારે હાલની કંપની અને તેને સંબંધિત માહિતી અને પીએફ એકાઉન્ટને વેરીફાઈ કરવું પડશે.
  • આ પછી ગેટ ડિટેલ્સ વિકલ્પ પર ક્લિક કરો. તમે પાછલી એપોઇન્ટમેન્ટની પીએફ એકાઉન્ટ વિગતો જોવા મળશે.
  • અગાઉની કંપની અને હાલની કંપનીમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહેશે. બેમાંથી કોઈપણ કંપનીને પસંદ કરીને મેમ્બર આઈડી અથવા યુએએન (UAN) આપો.
  • સૌથી છેલ્લે ગેટ ઓટીપી વિકલ્પ પર ક્લિક કરો, જેનાથી તમારી પાસે યુએએન (UAN) માં રજીસ્ટર મોબાઇલ નંબર પર ઓટીપી આવશે, પછી તે ઓટીપી ને નાખીને સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારા ઇપીએફ એકાઉન્ટની ઑનલાઇન ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
Scroll to Top