મધ્યપ્રદેશમાં રાજગઢમાં બ્યુટી પાર્લર ચલાવનાર યુવતી દ્વારા રોડ વચ્ચે યુવકને ચપ્પલથી ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી દ્વારા ચપ્પલથી માર માર્યા બાદ પણ રાહદારીને લાતો મારી, પરંતુ તેનો ગુસ્સો ઓછો થયો નહોતો, તેથી તેણે યુવાનને તેના પગ પર માથું રાખીને માફી પણ મંગાવી હતી. જ્યારે આ દરમિયાન યુવકનું નાક પણ જમીન પર ઘસેડાઈ ગયું હતું. જેના કારણે તેને ઈજા પણ થઈ હતી.
તેની સાથે આ ઘટનાની વાત કરવામાં આવે તો આ સોમવારના સાંજે ઘટી હતી. યુવતી છાપીહેડા નગરમાં જ બ્યૂટીપાર્લર ચલાવી ગુજરાન ચલાવે છે. તેની સાથે સાંજે સ્કૂટીથી જઈ રહી હતી તે દરમિયાન પગપાળા જતો યુવાન રસ્તામાં તેને અથડાઈ ગયોયો હતો. ત્યાર બાદ બંને ઉગ્ર દલીલ કરવા લાગ્યા હતા. અહેવાલ અનુસાર યુવક નશામાં રહેલો હતો.
યુવક અપશબ્દ બોલ્યો તો રસ્તા વચ્ચે ઢોર માર માર્યો, કહ્યું- ગામડેથી નથી આવી.. pic.twitter.com/1piPW9iNtX
— Gujarat Coverage (@gujaratcoverage) September 29, 2021
વાત એટલી વધી ગઈ કે, યુવતીએ ચંપલ કાઢીને યુવકને મારવાનું શરૂ કરી નાખ્યું હતું. લોકો પણ તે સમયે એકઠા થઈ ગયા હતા. યુવક દ્વારા હાથ જોડીને વિનંતી કરવામાં આવી હતી તેમ છતાં યુવતીએ માર મારવાનું ચાલૂ રાખ્યું અને કોઈએ વચ્ચે આવીને યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો.
યુવતી પણ યુવકને માફ કરવાના મૂડમાં જોવા મળી નહોતી. તેણે જણાવ્યું હતું કે, તે ગામની નથી, ઇન્દોરથી આવેલી છે. તેમજ યુવકને ચપ્પલથી માર માર્યા બાદ લાત પણ મારી હતી. યુવક દ્વારા માફી માંગવામાં આવી તો યુવતીએ પહેલા તેને જણાવ્યું કે, તે તેના પગે પડે અને તે તેનું નાક જમીન પર ઘસે. જ્યારે માર ખાધેલા યુવક દ્વારા આ બધુ કરવામાં આં અને હાથ જોડીને યુવતીથી માફી પણ માંગવામાં આવી હતી. લાંબા હોબાળા બાદ યુવતી ત્યાંથી ચાલી ગઈ હતી.