શિયાળમાં તમને પણ લાગી રહી હોય વધુ ઠંડી તો થઈ જાવ સાવધાન તમે છો આ બીમારીનો શિકાર, અત્યારે જ જાણી કરી લ્યો ઈલાજ

તમે આવા ઘણા લોકો જોયા હશે જેમને ખૂબ જ ઠંડી લાગે છે. ઘણી વખત, જેને આપણે સામાન્ય સમજીને અવગણીએ છીએ, જેનું પરિણામ આગળ જતાં ગંભીર જોવા મળે છે. સામાન્ય રીતે, હવામાનની અસર દરેક વ્યક્તિ પર અલગ-અલગ હોય છે, પરંતુ જ્યારે હવામાનમાં થોડો ફેરફાર થાય ત્યારે તમને ખૂબ જ ઠંડી લાગવા લાગે છે, તો આ લક્ષણ કોઈ રોગ અથવા શરીરમાં કોઈ વિટામિનની ઉણપનો સંકેત પણ હોઈ શકે છે.

ડાયાબિટીસ: ડાયાબિટીસને માત્ર કિડની પર જ નહીં પરંતુ રક્ત પરિભ્રમણને પણ અસર કરે છે. જેના કારણે સુગરના દર્દીઓને ઠંડી વધુ લાગે છે. તેમજ શિયાળામાં તેમને વધુ તકલીફ થવા લાગે છે. ઉદાહરણ તરીકે, ભૂખ અને તરસમાં વધારો, વારંવાર પેશાબ, થાક અને અસ્પષ્ટ દ્રષ્ટિ. આ બધા લક્ષણો ડાયાબિટીસના સંકેતો હોઈ શકે છે.

એનિમિયા: શરીરમાં આયર્ન કે લોહીની અછતને કારણે લાલ રક્તકણોમાં ઘટાડો થઈ જાય છે. જેના કારણે ઠંડીની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યા સામાન્ય રીતે મહિલાઓમાં જોવા મળે છે કારણ કે પીરિયડ, પ્રેગ્નન્સીના કારણે મહિલાઓમાં ઘણું લોહી ઓછું થઈ જાય છે, જેના કારણે એનિમિયાની બીમારી થવાની શક્યતા વધી જાય છે.

ધીમી ચયાપચય ક્રિયા: ઉંમર, અસ્વસ્થ આહાર અથવા અન્ય કોઈ કારણોસર ચયાપચય પ્રક્રિયા ધીમી થવાને કારણે, શરીર ગરમી ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવે છે, જેના કારણે વધુ પડતી ઠંડી થાય છે. આ માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમારી જીવનશૈલી પર કામ કરવું. હેલ્ધી ફૂડ ઉપરાંત કસરત પણ ખૂબ જ જરૂરી છે.

વિટામિન B12 ની ઉણપ: જે લોકો દૂધ, ઈંડા, ચીઝ નથી ખાતા તેઓમાં વિટામિન B12 ની ઉણપ થઈ શકે છે. વિટામિન B12 ની ઉણપને કારણે પણ ઠંડી લાગે છે. આ સિવાય આ વિટામીન B12ની ઉણપને કારણે થાક, ઝાડા, ભૂખ ન લાગવી, કબજિયાત કે શ્વાસ લેવામાં તકલીફ પણ થવા લાગે છે.

Scroll to Top