બોલીવૂંડમાં કામ મેળવવું તેટલું સરળ નથી જેટલું તમને લાગતું હોય છે લોકોની આખી જીંદગી નીકળી જાય છે તેમ છતા પણ તેમને ફિલ્મોમાં કામ કરવાની તક નથી મળતી પરંતુ આજે અમે જણાવા જઈ રહ્યા છે એવા એક્ટર વિશે કે જે સેલ્સ મેન હતો પરંતુ તેણે બોલીવૂડમાં પોતાના દમ પર તેનું નામ બનાવ્યું અને આજે દરેક ડિરેક્ટર તેને પોતાના ફિલ્મમાં લેવા ઈચ્છે છે.
નાનપણમાં માતાપિતાને ગુમાવ્યા
અમે વાત કરી રહ્યા છે અર્શદ વરસી વીશે કે જે મુન્નાભાઈ એમબીબીએસથી હિટ થયો હતો અર્શદ વરસીના માતા પિતા જ્યારે તે નાનો હતો ત્યારેજ મૃત્યું પામ્યા હતા તેણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો આર્થિક તગીને કારણે તેણે પોતાનું ભણવાનું પણ છોડી દીધું હતું બાદમાં તેણે એક પ્રાઈવેટ કંપનીમાં સેસ્લેમન તરીકે નોકરી શરૂ કરી હતી.
ડાન્સનો શોખ
અર્શદ વરસીને ડાન્સનો ઘણો શોખ હતો 1987માં ફિલ્મ ઠિકાનામાં તેમજ કાશના ગીતોમાં કોરિયોગ્રાફી કરવાની તેને તક મળી હતી જેના તેણે સારી કોરિયોગ્રાફી કરી હતી આ કોરિયોગ્રાફી કર્યા બાદ તે એક્ટિંગમાં કામ મળી ગયું.
1996માં ડેબ્યુ કર્યું
1996માં તેણે ફિલ્મ તેરે મેરે સપનેતી ડેબ્યું કર્યું હતું આ ફિલ્મમાં ખરેખર જયા બચ્ચને તેને કામ કરવાની તક આપી હતી સાથે આ ફિલ્મ પણ તે સમયે ઘણી હિટ રહી હતી પરંતુ 2003માં જ્યારે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મ આવી ત્યારે તેને ખરી સફળતા મળી હતી ફિલ્મમાં તેને સર્કીટનો રોલ પ્લે કર્યો હતો જે રોલને આજે પણ લોકો વખાણતા હોય છે.
મુન્નાભાઈ એમબીબીએસથી લાઈમલાઈટમાં
અર્શદે આ ફિલ્મમાં એવી એક્ટિંગ કરી હતી કે જેમા તેણે દર્શકોનો રાજી રાજી રાજી કરી કાઢ્યા હતા. સાથેજ તેણે 2006માં મુન્નાભાઈની જે સિક્વલ બની હતી તેંમા પણ કર્યું અને બંન્ને ફિલ્મોમાં લોકોને તેની એક્ટિંગ ખુબ ગમી હતી આ બંને ફિલ્મો માટે અર્શદને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો બાદમાં તેણે ગોલમાલ જેવી હિટ ફિલ્મોમાં કામ કરીને પણ લોકોને ખુબ હસાવ્યા હતા.
જોલી એલએલબી પણ સુપર હિટ રહી
ઉલ્લેખનીય છે કે ગોલમાલમાં પણ તેણે બેક ટુ બેક 4 ફિલ્મોમાં કામ કર્યું જેમા દરેક ફિલ્મોમાં લોકોને તેની એક્ટિંગ ખૂબ ગમી હતી સાથેજ 2013માં તેણે જોલી એલએલબી ફિલ્મ કરી તે ફિલ્મમાં પણ લોકોને તેની એક્ટિંગ ખૂબ ગમી હતી આ ફિલ્મ પહેલા શાહરૂખને આપવામાં આવી હતી પરંતુ શાહરૂખે ફિલ્મ કરવાની ના પાડી દીધી જેથી બાદમાં આ ફિલ્મ અર્શદને આપવામાં આવી જે સુપર હિટ ગઈ હતી.