આર્ટ ઓફ લિવિંગના અગ્રણી એવા ઋષિ નિત્ય પ્રજ્ઞા સ્વામીજીનું અવસાન, કોરોના સામેની જંગ હાર્યા

ભારતમાં સઝુઠી માન્યતા પ્રાપ્ત અને પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુમાંથી એક એવા આર્ટ ઓફ લિવિંગના અગ્રણી ઋષિ નિત્ય પ્રજ્ઞાના અવસાનના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ શ્રી શ્રી રવિશંકરના ચૂસ્ત અનુયાયી અને પ્રખર વકતા એવા આર્ટ ઓફ લીવીંગના સ્વામી ઋષિ નિત્ય પ્રજ્ઞા જી કોરોના સામની જંગ હારી ગયા છે. તેમના આકસ્મિક અવસાન થતા દેશ-વિદેશના તેમના અનુયાયીઓમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

આર્ટ ઓફ લીવીંગના સ્વામી નિત્ય પ્રજ્ઞા જીની વાત કરવામાં આવે તો તે છેલ્લા થોડા સમયથી બિમાર હાલતમાં હતા અને તે કોરોનાગ્રસ્ત થઈ ગયા હતા. લાંબી સારવાર બાદ તે અંતે ગઈકાલે કોરોનાની જંગ હારી ગયા હતા અને તેમનું અવસાન થઈ ગયું હતું.

જ્યારે શ્રી શ્રી રવિશંકરજીના ચૂસ્ત અને તેમના જમણા હાથ ગણવામાં આવતા આ સ્વામીજના ના અવસાન બાદ આર્ટ ઓફ લીવીંગના લાખો સ્વયંસેવકોમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

નોંધનીય છે કે, દેશ-વિદેશના ૬૦ જેટલા દેશોમાં યોગ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરનાર સ્વામીજીએ લોકપ્રિયતા મેળવી છે. તે કવોલીફાઈડ કેમીકલ એન્જીનીયર પણ રહ્યા હતા. તેમને દેશ-વિદેશની ૭૦ જેટલી યુનિવર્સિટીઓમાં લોકોને પ્રેરણા પણ આપી છે. તેમને આ સિવાય સમાજ સુધારક તરીકેની પણ ભૂમિકા નિભાવી હતી. આ સ્વામીજીને કોઈપણ વ્યક્તિ મળે તો તેમના પ્રેમમા પડી જાય તેવુ તેમનું અનોખુ વ્યકિતત્વ રહેલું હતું. તેમના જીવનનો એક જ ધ્યેય હતો કે તે દરેકના ચહેરા પર હાસ્ય રહે.

તેમને દેશ-વિદેશમાં સુદર્શન ક્રિયાનો પણ પ્રચાર કર્યો છે. તેઓ જણાવતા હતા કે, આ ક્રિયા અંદરની સફાઈ માટે વેકયુમ કલીનર જેવી રહેલો છે. આ તેમને એ પણ જણાવ્યું છે કે, ચિંતાની આદત, ગુસ્સાની આદત, અહંકાર આ બધા તત્વો મનુષ્યોને નબળા પાડવાની ક્ષમતા રાખે છે. છે. પ્રાપ્ત માહિતી મુજબ, તેમના અંતિમ સંસ્કાર વડોદરા ખાતે કરાશે.

Scroll to Top