અમદાવાદઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે લોકોની નોકરીઓ જોખમમાં આવી શકે છે. આવી વાતો ઘણા સમયથી માર્કેટમાં ચર્ચાઈ રહી છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે, એવું નથી. AI ટૂલ્સ મનુષ્યને બદલી શકતા નથી. જ્યારે અન્ય કોઈ કહે છે કે, AI મનુષ્યનું સ્થાન લેશે.
હવે ઓપનએઆઈના ચેટટૂલ ChatGPT 4oએ જણાવ્યું છે કે, આવનારા સમયમાં AIના કારણે ભારતમાં કઈ નોકરીઓ જોખમમાં છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં એવી કઈ નોકરીઓ છે જેમાં આવનારા સમયમાં માણસોની જરૂર નહીં પડે.
એક X વપરાશકર્તાએ એક યાદી શેર કરી છે, જે ChatGPT 4oની મદદથી તૈયાર કરવામાં આવી છે. ChatGPT 4oએ આ સૂચિમાં તે નોકરીઓના નામ આપ્યા છે જેમાં AI દ્વારા કામ કરવામાં આવશે. ChatGPT 4o મુજબ, પ્રથમ નોકરી ડેટા એન્ટ્રી ક્લાર્કની હશે જે AIને કારણે દૂર થઈ જશે.
નિષ્ણાતો માને છે કે, AI ડેટા એન્ટ્રીનું કામ માણસો કરતાં વધુ સારી અને ઝડપથી કરી શકે છે. આ સિવાય ChatGPT 4o ટેલી માર્કેટર, કસ્ટમર કેર, માર્કેટ રિસર્ચ અને કોપી રાઈટરની નોકરીઓ ખતમ કરી દેશે. આ સિવાય ChatGPT 4oને કારણે ગ્રાફિક્સ ડિઝાઇનની નોકરીઓ પણ જોખમમાં છે. ChatGPT 4oએ પણ કહે છે કે, ન્યૂઝ રિપોર્ટરની નોકરી પણ AI લઈ લેશે..