પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું નિધન, મોદી સહીત વિવિધ રાજ નેતાઓ એ આપી શ્રદ્ધાંજલિ

અરુણ જેટલી આપના પૂર્વ નાણાપ્રધાન હતા.અને તે ઘણા સમયથી હોસ્પિટલમાં દાખલ હતા. પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું નિધન થયું છે, જેટલીને 9 ઓગસ્ટે એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શનિવારે 12 વાગેને 7 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા.અને તેમનું મૃત્યુ થયું. અરુણ જેટલીનું ઘણા સમયથી હોસ્પિટલાં સારવાર ચાલી રહી હતી, જેટલીની સોફ્ટ ટિશ્યૂ કેન્સરની સારવાર ચાલી રહી હતી, તે માટે તેઓ જાન્યુઆરીમાં ન્યૂયોર્ક પણ ગયા હતા અને તેમને ત્યાં પણ સારવાર કરવી હતી.

યુએઈમાં તેમની સારવાર દરમિયાન યુએઈથી વડાપ્રધાન મોદીએ જેટલીની પત્ની અને દીકરા સાથે ફોન પર વાત કરી હતી, જેટલીના પરિવારે તેમને વિદેશ યાત્રા રદ ન કરવા કહ્યું અને તેમને ત્યાં જવાનું કહ્યું.આપણા ગૃહમંત્રી અમિતશાહ પણ ખુબજ ઉદાસ છે અને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- મેં પરિવારના એક ખાસ સભ્યને ગુમાવ્યા છે.આપણા પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલી નું નિધન થયું છે.

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું આજે સવારે AIIMS હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. આજે સવારે 12.07 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. જોકે તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લાં 15 દિવસથી તેમની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિધનથી ખૂબ જ ઉદાસ છે. અને તેમના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જરૂરી કામથી બહાર છે.

પીએમ મોદી હાલ યુએઈમાં છે. તેમણે જેટલીની પત્ની અને દીકરા સાથે ફોન પર વાત કરી. બંનેએ મોદીને તેમનો વિદેશ પ્રવાસ રદ ન કરવાની અપીલ કરી છે. મોદીને યુએઈ પછી બહરીન પણ જવાનું છે. આમ અરુણ જેટલીના પત્નીએ નરેન્દ્ર મોદીને વિદેશી પ્રવાસ રોકવાની ના પાડી છે. અને તેમને ઇન્ડિયા આવાની ના પાડી છે. અરુણ જેટલી ઘણા સમયથી હોસ્પોટલાં દાખલ હતા. અરુણ જેટલીને 9 ઓગસ્ટના રોજ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એઈમ્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, 24 ઓગસ્ટે 12 વાગેને 7 મિનિટે અરુણ જેટલીએ અંતિમ શ્વાસ લીધા હતા અને હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- મેં પરિવારના એક ખાસ સભ્યને ગુમાવ્યા છે. અરુણ જેટલીની સારવાર દરમિયાન ઘણા નેતાઓ ખબર અંતર પૂછવા આવ્યા હતા. આ દરમિયાન આજે જ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધન એઈમ્સ હોસ્પિટલ અરુણ જેટલીને મળવા પહોંચ્યા હતા.

અરુણ જેટલીના નિધનની વાત જાણ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે પણ તેમનો હૈદરાબાદનો કાર્યક્રમ ટૂંકાવીને દિલ્હી પરત આવી રહ્યા છે. અને આમ દરેક નેતાઓ તેમની અંતિમ વિદાય માટે અરુણ જેટલીના ઘરે આવી રહ્યા છે. અરુણ જેટલીને શ્વાસ લેવામાં તખલીફ થતી હતી. અરુણ જેટલીને 9 ઓગસ્ટ એઈમ્સે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પૂર્વ નાણાપ્રધાનને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. અંહી તેમને આઈસીયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગયા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સ્પીકર ઓમ બીરલા અરુણ જેટલીની તબિયત જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ વર્ષે મે મહિનામાં જ અરુણ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. અરુણ જેટલી કેન્સરની સારવાર કરાવવા માટે અમેરિકા પણ ગયા હતા. અને તેમને અમેરિકામાં કેન્સર ની સારવાર કરવી હતી.સ્વાસ્થય સંબંધી સમસ્યાઓના કારણે અરુણ જેટલીએ આ વખતે લોકસભાની ચૂંટણી પણ નહતી લડી.

મે મહિનામાં અરુણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું હતું કે, સ્વાસ્થયના કારણે તેઓ આ વર્ષે નવી સરકારમાં કોઈ જવાબદારી લેવા માગતા નથી. અરુણ જેટલીના નિધન પર રાષ્ટ્રપતિ કોવિંદ, ઉપ રાષ્ટ્રપતિ વેકૈંયા નાયડૂ, વડાપ્રધાન મોદી અને અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ અરુણ જેટલીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, અરુણજી મહાન રાજનેતા હતા.

બુદ્ધીજીવી હોવાની સાથે તેમને કાયદાનું પણ સારુ જ્ઞાન હતું. મેં જેટલીજીની પત્ની સંગીતા અને દીકરા રોહન સાથે વાત કરી હતી. અરુણજીમાં ગંભીરતા અને વિનોદપ્રિયતાનો અનોખો સંગમ છે. સમાજના દરેક વર્ગના લોકો તેમને પસંદ કરે છે. કેન્દ્રીય મંત્રી તરીકે તેમણે ઘણી જવાબદારીઓ ઉપાડી હતી. ભાજપ સાથે તેમનો અનોખો સંબંધ રહ્યો છે. તેમના નિધનથી મેં એક અમૂલ્ય મિત્ર ગુમાવી દીધો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top