ભાજપ ના વરિષ્ઠ દિગ્ગજ નેતા એવા અરુણ જેટલી જેને સૈ કોઈ ઓળખે છે પાછલા કેટલાક દિવશ થી તેઓ ની તબિયત ખુબજ નાજુક છે.
ત્યારે દેશના હોમ મિનિસ્ટર થી લઇ ને વડાપ્રધાન સુધી તેઓ ની ખબર કાળવા ગયા હતા.66 વર્ષીય અરૂણ જેટલીની હાલત વધારે ગંભીર છે, અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની તબીયત અત્યંત નાજુક છે.
તેઓ નવ આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન સહિત ભાજપના ઘણા નેતાઓએ એઈમ્સ પહોંચીને અરૂણ જેટલીના ખબર અંતર પૂછ્યા હતા.
અને બીજા પણ અન્ય નેતાઓ એ પણ તેમની ખબર અંતર પૂછ્યા હતા.તમને જણાવી દઈએ કે, જેટલી વ્યવસાયે વકિલ છે અને તે ભાજપા સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રિમંડળનો એક મહત્વનો ભાગ હતા.
તેમણે નાણા મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો અને તે સરકારના પ્રમુખ સંકટમોચન સાબિત થતા રહ્યા છે.
અરુણ જેટલી હાલમાં શ્વાસની તકલીફ ના કારણે આઇસીયુ માં છે.અને તેમની તબિયત ગંભીર છે. તો શુક્રવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ એઈમ્સ પહોંચીને જેટલીના ખબરઅંતર પૂછ્યા હતા. મહત્વનું છે કે શ્વાસની તકલીફને લઈ અરૂણ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં આઈસીયુમાં છે.
ત્યારે પીએમ મોદી અમિત શાહ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા સહિતના નેતાઓ એઈમ્સ પહોંચ્યા હતા.અને મોદી અને અમિત શાહ એ તેમના ખબર અંતર પૂછ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની હાલત જાણવા માટે AIIMS પહોંચ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ તેમની સાથે છે.2018માં જેટલીને કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમના પગમાં સોફ્ટ ટિશુ કેન્સર થયું હતું.
જેની સર્જરી માટે તેઓ આ વર્ષની શરૂઆતમાં અમેરિકા પણ ગયા હતા. તબીયત ખરાબ હોવાને કારણે તેઓ 2019ની લોકસભા ચૂંટણી લડ્યા ન હતા.અને પ્રધાનમંડળમાં રહેવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.પરંતુ તેઓ ના કાર્યકાળ દરમિયાન તેઓ એ જે કાર્ય કર્યા છે.
તે ખુબજ સ્મરણીય છે. ઓગસ્ટથી દિલ્હીની એઈમ્સમાં દાખલ છે. શુક્રવારે મોડી રાત્રે ગૃહપ્રધાન અમિત શાહ, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે એઈમ્સ પહોંચ્યા હતા. તો કેન્દ્રીય