DelhiNewsPolitics

અરવિંદ કેજરીવાલનું ગોવામાં મોટું નિવેદન, દરેક ઘરમાંથી એક બેકાર વ્યક્તિને નોકરી અને ૩૦૦૦ બેરોજગારી ભથ્થુ અપાશે

દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ દ્વારા ગોવામાં પણ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વાયદા કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો ભ્રષ્ટાચાર પર લગામ લાવવામાં આવશે અને રાજ્યના યુવાઓને સરકારી નોકરીઓ આપવામાં આવશે.

દરેક ઘરમાંથી એક બેકારને નોકરી આપવામાં આવશે. તેની સાથે કામ શોધી રહેલા યુવાઓને દર મહિને 3000 રૂપિયા બેકારી ભથ્થુ પણ આપવામાં આવશે. 80 ટકા નોકરીઓ ગોવાના લોકો માટે અનામત રાખવામાં આવશે.

કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોનાના કારણે પર્યટન સેક્ટરમાં બેરોજગાર થયેલા અને માઈનિંગ સેક્ટરમાં બેરોજગાર થયેલા લોકોને 5000 રૂપિયા પ્રતિ મહિના અપાશે. જ્યારે ગોવામાં અમે સત્તા પર આવ્યા તો સ્કિલ યુનિવર્સિટી પણ શરૂ કરવામાં આવશે.

આ અગાઉ કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગોવામાં લોકોને નોકરીઓ મળી રહી નથી અને સ્થાનિક લોકો સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે હું ગોવાની મુલાકાત પર જવાનો છું. ગોવામાં સરકારી નોકરીઓ પૈસાપાત્ર લોકોને જ પ્રાપ્ત થઈ રહી છે.

નોંધનીય છે કે, ગોવામાં આમ આદમી પાર્ટીએ બેકારીને સમસ્યા સામે એક અભિયાન પણ શરુ કરવામાં આવ્યું છે અને અપીલ કરવામાં આવી છે કે, જે પાર્ટીઓ લોકોને નોકરી આપવામાં નિષ્ફળ રહી છે તે પાર્ટીઓને મત આપશો નહીં.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker