જેલમાં આ રીતે જીવન પસાર કરી રહ્યો છે આર્યન ખાન, માનવા પડે છે આ નિયમો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો દીકરો આર્યન ખાન હાલના સમયમાં મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલો છે. તેના કારણે તે આર્થર રોડ પર આવેલ જેલમાં બંધ છે. આર્યન જેલમાં હોવાના કારણે સુપરસ્ટાર શાહરૂખની રાતના તેની ઊંઘ ઉડી ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ, શાહરૂખ ખાને શુક્રવારના દીકરા આર્યન સાથે વિડીયો કોલ કરીને વાત પણ કરી હતી. આર્યન ખાનને જેલમાં કોઈ વિશેષ સુવિધા અપાઈ રહી નથી અને તેને પણ જેલના અન્ય કેદીઓની જેમ જ રહેવું પડી રહ્યું છે.

નોંધનીય છે કે, કોવિડ-19 ના નિયમો અંતર્ગત જેલમાં 5 દિવસ કોરેનટાઈન રહ્યા બાદ આર્યનને પાંચ અન્ય કેદીઓની સાથે કોમન બેરેકમાં મોકલી દેવામાં આવ્યો હતો. જેલના અધિકારીઓ પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ, આર્યન ખાને વિડીયો કોલ દ્વારા પોતાના પેરેન્ટ્સ સાથે વાત પણ કરી હતી. હાઈકોર્ટના આદેશ મુજબ, કોરોના કાળમાં કેદીઓ પોતાના પરિવારજનોને મળી શકે નહીં પરંતુ તે અઠવાડિયામાં બે વખત વિડીયો કોલ દ્વારા પોતાના પરિવાર સાથે વાત જરૂર કરી શકે છે.

જ્યારે અધિકારીના જણાવ્યા મુજબ, “આર્યન ખાને પોતાના પેરેન્ટ્સ સાથે 10 મિનિટ વિડીયો કોલ પર વાત પણ કરી હતી. વિડીયો કોલ ચાલી રહ્યો હતો તે સમયે જેલના એક અધિકારી ત્યાં જ હાજર રહ્યા હતા.” આર્થર રોડ જેલમાં કુલ 3200 કેદીઓ રહેલા છે. કોરોનાની ગાઈડલાઈન મુજબ, કેદીઓને મળવા મુલાકાતીઓ અંદર જઈ શકતા નથી. તે માત્ર ફોન દ્વારા પોતાના પરિવારજનો સાથે વાત કરી શકે છે. કેદીઓ પોતાના પરિવાર સાથે 10 મિનિટ સુધી જ વાત કરી શકે છે. કેમકે જેલ પાસે 11 ફોન જ હોય છે.

તેની સાથે જેલના કેદીઓના પરિવારજનો પાસે વિડીયો કોલની સુવિધા રહેલી હોય છે તેમને આ માધ્યમના મુજબ વાત કરાવવામાં આવે છે અને જો આ સુવિધા ના મળે તો સાદો વોઈસ કોલ જોડીને આપવામાં આવે છે. તેનો અર્થ આર્યનને વિડીયો કોલની સુવિધા તેના પિતાના સ્ટારડમના લીધે આપવામાં આવી રહી નથી પરંતુ કાયદાના અનુસાર આપાવામાં આવી રહી છે.

આ સિવાય આર્યન ખાનને જેલમાં 11 ઓક્ટોબરના 4,500 રૂપિયાનો મની ઓર્ડર પિતા શાહરૂખ તરફથી આપવામાં આવ્યો હતો. જેલના નિયમ અનુસાર કેદીઓને પરિવારજનો મની ઓર્ડર દ્વારા રૂપિયા આપી શકે છે. કેદીઓને વધુમાં વધુ 4,500 રૂપિયા આપી શકાય છે. આ રૂપિયામાંથી તે જેલની કેન્ટિનમાંથી જરૂરી વસ્તુઓને પ્રાપ્ત કરી શકે છે.

તેની સાથે આર્યન ખાન આર્થર રોડ જેલમાં સામાન્ય કેદીની જેમ જ જીવન પસાર કરી રહ્યો છે. તેને સવારના 6 વાગે ઉઠવું પડે છે અને સવારે 7 વાગ્યે નાસ્તો આપવામાં આવે છે. આ રીતે જોવા આવે તો આર્યન ખાનને અહીં ઘણા પ્રકારના નિયમો પાળવા પળે છે, જે તેની સામાન્ય લાઈફસ્ટાઈલથી ઘણા અલગ રહેલા છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો