ડ્રગ્સ કેસના આરોપી આર્યન ખાનને અંતે જામીન મળી ગયા: હાઈકોર્ટથી મળ્યા જામીન

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આજે બોમ્બે હાઈકોર્ટે આર્યન સહિત મુનમુન ધામેચા અરબાઝ મર્ચન્ટને જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આજે એનસીબીએ આર્યન જે આરોપમાં સંડોવાયેલો છે તે હત્યાથી પણ ગંભીર આરોપ રહેલ છે તેમજ તે ડ્રગ પેડલર્સના સંપર્કમાં હોવાની સાથે તે લાંબા સમયથી ડ્રગ્સનું સેવન પણ કરતો હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. તપાસ સંસ્થાએ એવો પણ દાવો કર્યો છે કે, આર્યન ખાનને જામીન પર છોડવામાં આવે તો તેના કેસ પર તેની અસર પડી શકે છે.

આર્યન ખાને હાઈકોર્ટમાં કરેલી જામીન અરજીની સુનાવણીનો આજે ત્રીજો દિવસ રહેલો હતો. આજે કોર્ટમાં એનસીબી દ્વારા દલીલો કરાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, એનસીબીએ કોર્ટને કહ્યું હતું કે, આર્યન ખાને પ્રથમ વખત ડ્રગ્સ લીધું નથી. તે છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સની નિયમિત ખરીદી કરી રહ્યો છે. એટલું જ નહીં, તેણે મોટી માત્રામાં ડ્રગ્સ ખરીદ્યું હોવાનો પુરાવો મળ્યો છે. તે ડ્રગ પેડલર્સના સંપર્કમાં પણ રહેલો હતો. આર્યન ખાનના ફોનમાંથી મળેલી વોટ્સએપ ચેટ અંગે સરકારી વકીલે કહ્યું હતું કે એનસીબી પાસે એવિડેન્સ એક્ટ 65B હેઠળ સર્ટિ. પણ રહેલ છે.

આર્યન ખાનની જામીન અરજી પર જસ્ટિસ સાબરેની કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી હતી. જ્યારે બીજી તરફ, એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ પણ પોતાની સામે થયેલા આક્ષેપોની મુંબઈ પોલીસ દ્વારા કરાઈ રહેલી તપાસમાં ધરપકડની શંકા વ્યક્ત કરીને હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેની સુનાવણી કોર્ટની ડિવિઝન બેન્ચમાં કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, કોર્ટ દ્વારા મુંબઈ પોલીસને આદેશ આપવામાં આવ્યો છે કે, વાનખેડેની ધરપકડ કરતા પહેલા તેમને ત્રણ દિવસની નોટિસ આપવી જોઈએ.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો