જેમની મજાક ઉડાવી હતી PM મોદીએ તેમની જ GDP પરની ભવિષ્યવાણી સાચી જોવા મળી રહી છે!

વર્ષ 2012 માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા માટે મેહનત કરતા હતા તો દરેક સભામાં ઇકોનોમિસ્ટ અને ત્યારના વડાપ્રધાન મનમોહનસિંહ ઉપર હમેશા GDP ને લઈને આક્ષેપો કરતા હતા.

30 ઓગસ્ટ 2019 ના રોજ GDP ના આંકડા આવ્યાં અને મોદી સરકાર માટે ખરાબ સમાચાર પણ આવ્યાં. ખરાબ એટલે કારણ કે આ વખતે આ આંકડો ઘટીને 5 ટકા પર પહોંચી ગયો છે. મોદી સરકારના શાસનમાં આ આંકડો સૌથી નીચલા સ્તર પર છે.

જેથી હવે વિપક્ષને મોદી સરકાર પર પ્રહાર કરવા માટેનો મોકો મળી ગયો ત્યારે બીજી બાજુ સરકાર આ મુદ્દાથી બચવા માટે પ્રયાસો કરી રહી છે. પરંતુ GDP માં કડાકો આવશે તેવી ભવિષ્યવાણી 2 વર્ષ પહેલાં કરી દેવામાં આવી હતી. એમાં પણ જો આ ભવિષ્યવાણી કરનારનું નામ અન્ય કોઈ નહીં પરંતુ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ છે.

આ કરી હતી ભવિષ્યવાણી.

જી હા, 24 નવેમ્બર 2016 માં મનમોહનસિંહે આ ભવિષ્યવાણી કરી હતી કે GDP માં ઘટાડો આવશે. આ તારીખ પર જરા ધ્યાન આપશો તો નોટબંધીના 16 દિવસ બાદ મનમોહનસિંહે આ ભવિષ્ય ભાખ્યુ હતું. એક બાજુ નોટબંધીના સમયે ATM અને બૅંકોના ચક્કર લોકો લગાવી રહ્યાં હતાં અને બીજી બાજુ સંસદમાં નોટબંધી પર જ દલીલો ચાલી રહી હતી.

રાજ્યસભામાં ભાષણ આપતાં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહે નોટબંધીને ભારતીય અર્થવ્યવસ્થા માટે ખતરો ગણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે દેશની GDPમાં લગભગ 2 ટકાનો ઘટાડો આવશે. અને આંકડા અનુમાનથી ઓછાં જ છે, વધારે નહીં. જે રીતે સરકાર દરરોજ નવા નિયમ બનાવી રહી છે તેનાથી લાગી રહ્યું છે કે નોટબંધી લાગુ કરતા પહેલાં કોઈ સ્ટ્રેટજી બનાવવામાં આવી નથી.

જેના કારણે સરકાર તેને લાગુ કરવામાં નિષ્ફળ રહી. હું નોટબંધીના નિર્ણય સાથે અસહમત નથી પરંતુ તેને યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત તેમણે નોટબંધીને માન્યમેન્ટલ મિસમેનેજમેન્ટ (ખોટી રીતે કરવામાં આવેલી વ્યવસ્થા જેને ક્યારેય ભૂલી ન શકાય) ગણાવ્યું હતું. ભાજપે પૂર્વ પ્રધાનમંત્રીની વાતોને નકારી દીધી હતી.

પીએમ મોદીએ આપ્યો હતો જવાબ.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2017 માં સંસદના બજેટ સંત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે મનમોહન સિંહને કટાક્ષમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે મનમોહન સિંહજી પૂર્વ પીએમ છે, આદરણીય છે.

છેલ્લાં 30-35 વર્ષોથી ભારતના આર્થિક નિર્ણયોની સાથે તેમનો સીધો સંબંધ રહ્યો છે. અડધો સમય તેમનો દબદબો રહ્યો હતો, આવું દેશમાં કોઈ રહ્યું નહીં હોય. પરંતુ અમે રાજનેતા મનમોહન સિંહથી શીખી શકીએ છીએ. મનમોહન સિંહ પર કોઈ પણ ડાઘ નથી લાગ્યો. બાથરૂમમાં રેઈનકોટ પહેરીને ન્હાવાની કલા મનમોહનજી સિવાય કોઈ નહીં જાણતું હોય.

શું હોય છે GDP?

GDP એટલે ગ્રૉસ ડોમેસ્ટિક પ્રૉડક્ટ. શુદ્ધ હિન્દીમાં કહીએ તો ઘરેલુ ઉત્પાદન. તેની ગણતરી દર ત્રણ મહિને થતી હોય છે.

જોવામાં આવે છે કે દેશનું કુલ ઉત્પાદન છેલ્લાં ત્રણ મહિનાની તુલનામાં કેટલું વધારે કે ઓછું હોય છે. ભારતમાં કૃષિ, ઉદ્યોગ અને સર્વિસ એમ ત્રણ મહત્વના ભાગ છે જેના આધાર પર GDP નક્કી થતી હોય છે.

આ માટે દેશમાં જેટલું પણ એક વ્યક્તિ ખર્ચ કરે છે, ધંધામાં જેટલાં પૈસા લગાવે છે અને સરકાર દેશની અંદર જેટલાં પૈસા ખર્ચ કરે છે તેને જોડી દેવામાં આવે છે. આ ઉપરાંત કુલ નિકાસ (વિદેશમાં જે વસ્તુઓ વેચાઈ છે) માંથી કુલ આયાત (વિદેશમાંથી જે વસ્તુઓ પોતાના દેશમાં મંગાવાઈ છે) ને બાદ કરી દેવાય છે. જે આંકડા સામે આવે છે, તેનાથી પણ વધારે કરાયેલા ખર્ચમાં જોડી દેવામાં આવે છે. આ આપણા દેશની GDP છે.

સાચી થઈ રહી છે ડૉ. મનમોહનની સિંહની ભવિષ્યવાણી?

ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (ઍપ્રિલ-જૂન) માં GDP 5.8 ટકા ઘટીને 5 ટકા થઈ ગઈ છે. મોદી સરકારમાં આ સૌથી નીચલા સ્તર પર છે. રિઝર્વ બૅંકે નાણાંકીય વર્ષ 2019-20 માટે ભારતના GDPનું અનુમાન ઘટાડીને 6.9 ટકા કર્યુ છે.

પહેલાં ચાલુ નાણાંકીય વર્ષ માટે GDP 7 ટકાનું અનુમાન રખાયું હતું. નાણાંકીય વર્ષ 2016-17 ના પ્રથમ ક્વાર્ટર દરમ્યાન GDP ની સ્પીડ 7.9 ટકા હતી. એટલે કે નોટબંધી બાદ સતત GDP માં ઘટાડો નોંધાયો છે. આવામાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની ભવિષ્યવાણી સાચી સાબિત થતી દેખાઈ રહી છે તેમ નિષ્ણાતોનું માનવું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top