બલ્ખ અફઘાનિસ્તાન ના શાસક ઇબ્રાહિમ પોતાનો મોટાભાગનો સમય ખુદાની ઉપાસનામાં પસાર કરતા હતા.રાજમહેલમાં રહેતા હતા ત્યારે પણ તે ભક્તિ અને ધ્યાનમાં વ્યસ્ત રહેતા હતા.એક રાત જ્યારે તે પોતાના મહેલમાં સૂઇ રહ્યા હતા ત્યારે છત પર કોઈ ચાલવાને કારણે તેમની ઉંઘ તૂટી ગઈ.તેમને જોયું કે કોઈ છત પર કોઈ વ્યક્તિ કંઈક શોધી રહ્યો છે.
તેમણે અવાજ છે,”તમે કોણ છો અને આ સમયે રાજમહેલની છત પર કેમ ફરી રહ્યા છો? ‘તે વ્યક્તિ તેના કામમાં ખૂબ વ્યસ્ત રહ્યો.ઇબ્રાહિમ ગુસ્સોથી બોલ્યો, ‘મૂર્ખ, તમને નથી ખબર કે તમે કેટલું જઘન્ય ગુનો કરી રહ્યા છો? કદાચ તમને સજાએ મોત થઈ શકે છે. ‘તેમણે કહ્યું,’હુઝુર,કદાચ તમે એવું તો નથી પૂછી રહ્યા કે આટલી રાતમાં અહીંયા શુ કરી રહ્યો છું?હું અહીં મારા ઊંટ શોધી કરી રહ્યો છું.
ઇબ્રાહિમે તેના પોતાનું માથુ માર્યું.કદાચ આ દુનિયામાં આનાથી મોટો મૂર્ખ કોઈ હશે, આ વિચારતા ઇબ્રાહિમે બોલ્યા,’ઉંટ તે પણ છત પર!તારું દિમાગ તો નથી ફરી ગયું ને.’તેના પર તે માણસે કહ્યું,’આમાં દિમાગ ફરવા વાળી શુ વાત છે.
તમે પણ તો એશોઆરામ ભરેલા મહેલમાં ખુદાને શોધવાની કોશિશ કરી રહ્યા છો.’ કહીને તે વ્યક્તિ ચાલ્યો ગયો.ઇબ્રાહિમ સ્તબ્ધ થઈને ઉભો રહ્યો.તેની વાત તેને જકજોર રહી હતી.તે વિચારવા લાગ્યો,તે ન તો સામાન્ય વ્યક્તિ હતો અને ન તો તેની વાતો સામાન્ય હતી.ખરેખર વૈભવી ભર્યાં જીવનમાં ખુદાને શોધવાનો શું અર્થ છે?રાજમહેલમાં ખુદાની શોધ શુ એવી જ છે,જેવી રીતે છત પર ઉંટની શોધ.
ઇબ્રાહિમનું માથું ફર્યું.તે અસાધારણ વ્યક્તિને શોધવા ગયા.છેવટે મહેલથી થોડી દૂર પર જ તે રસ્તા પર મળી ગયા.ઇબ્રાહિમ તેના ચરણમાં પડી ગયો અને કહેવા લાગ્યા, ‘મને તમારી શરણમાં લઈ લો.’ તે વ્ય હતા સંત ખિજ.ઈબ્રાહીમ તેમના શિષ્ય થઈ ગયા.